Ambaji માં બીજા દિવસે પણ 51 શક્તિપીઠની પરિક્રમામાં ભક્તોની ભીડ, કેમ્પ અને આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરાઇ

|

Apr 09, 2022 | 8:54 PM

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં(Ambaji) તા. 8 થી 10 એપ્રિલના દિવસોએ શ્રી 51 શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પરિક્રમાના પ્રારંભે આદ્યશક્તિના દર્શન-અર્ચન કર્યા હતા

ગુજરાતમાં(Gujarat) શક્તિપીઠ અંબાજીના (Ambaji) ગબ્બર ગોખમાં સતત બીજા દિવસે પણ 51 શક્તિપીઠની પરિક્રમા(Shaktipith Parikrma)  શરૂ છે. જેમાં ભક્તો ગરમી વચ્ચે પણ માતાની આરાધના કરતા કરતા પરિક્રમા કરી રહ્યા છે..શ્રદ્ધાળુઓએ ‘જય જય અંબે.. બોલ માડી અંબે’ના નાદ સાથે ગબ્બર ગોખની પરિક્રમા કરી રહ્યાં છે..આકરી ગરમી વચ્ચે 4 કિલોમીટર લાંબી આ 51 શક્તિપીઠોની પરિક્રમામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.આ પરિક્રમામાં માત્ર સ્થાનિક લોકો પરંતુ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીથી લઇને કર્મચારીઓ પણ જોડાયા છે.જિલ્લા કલેક્ટરે કહ્યું કે રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો માતાજીના ધામમાં ઉમટ્યા છે.. તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાણી, કેમ્પ અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તા. 8 થી 10 એપ્રિલના દિવસોએ શ્રી 51 શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પરિક્રમાના પ્રારંભે આદ્યશક્તિના દર્શન-અર્ચન કર્યા હતા. તેમજ આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે.

આ પણ વાંચો :  Junagadh : રામનવમી ઉજવણીને લઇને તૈયારીઓ શરૂ, રામ મંદિરના રથની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો :  Surat : રખડતા પશુઓના મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન કરાશે તેવું કહી સી.આર.પાટીલે મનપાના ભરપેટ વખાણ કર્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:40 pm, Sat, 9 April 22

Next Video