પંચમહાલમાં ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહનો વિવાદિત નિવેદનનો કથિત વિડીયો વાયરલ

ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનો કથિત વિડીયો વાયરલ થયા બાદ હાલોલના સાધુ સંતો સહિત હિન્દૂ ધર્મ સેના નારાજ થઈ છે.

પંચમહાલના(Panchmahal)  હાલોલમાં(Halol) ભાજપના(BJP)  સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ નેતા ભાન ભૂલ્યાં હતા. જેમાં તેમણે કાર્યકરોને સંબોધતા છોડેલા વાકબાણનો કથિત વીડિયો વાયરલ થયો છે.જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર (Jaydrathsinh Parmar)  કહી રહ્યાં છે કે હું તમારાથી છું, હું બાવો અને મંગળદાસના આશીર્વાદથી નહીં . જ્યારે  બીજી તરફ ભાષણનો કથિત વીડિયો વાયરલ થયા બાદ હાલોલના સાધુ સંતો સહિત હિન્દૂ ધર્મ સેના નારાજ થયા છે.

આ સંતો અને સાધુના આશીર્વાદની મજાક કરતા કથિત વીડિયો સામે ફરિયાદ નોંધાઇ છે.પોલીસ તપાસમાં સાધુ સંતોને કનડગત કરાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે. આ કથિત વિડીયો વાયરલ થયા બાદ હાલોલના સાધુ સંતો સહિત હિન્દૂ ધર્મ સેના નારાજ થઈ છે. તેમજ આ અંગે તપાસ કરવા અને કાર્યવાહી કરવા માટે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : પોરબંદરના દરિયામાંથી કોસ્ટ ગાર્ડે બે બોટ સહિત 18 પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા

આ પણ વાંચો : વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સેનેટ ઇલેક્શન રાબેતા મુજબ યોજવા હાઇકોર્ટનો આદેશ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati