Kheda: મહુધાના ભૂમસ ગામના નાગરિકનો વ્યાજખોરો કિડની કઢાવી લેતા હોવાનો આરોપ, પોલીસ તપાસ તેજ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 19, 2023 | 4:25 PM

5 વર્ષ અગાઉ પેટલાદના પંડોળીમાં પણ કિડનીકાંડ઼નો ખુલાસો થયો હતો. જોકે પુરાવાના અભાવે અને સાક્ષીઓ ફરી જતા કોર્ટે તમામ 7 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. ત્યારે ભૂમસ ગામની ઘટનાએ ફરી એકવાર પંડોળીકાંડની યાદ તાજી કરાવી દીધી છે.

Kheda : ખેડાના મહુધાના ભૂમસ ગામના ફરિયાદીએ અગાઉ કિડનીકાંડનો (Kidney scam) આરોપ લગાવ્યો હતો.વ્યાજખોરોની ચૂંગાલમાંથી મુક્ત થયેલા ફરિયાદીએ પોલીસ વડા અને કલેક્ટરને અરજી કરી હતી. જેમાં કેટલાંક ચોંકાવનારા આરોપો કરવામાં આવ્યા હતા.ત્યારે આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો-Monsoon 2023: ગુજરાતમાં સીઝનનો સરેરાશ 99.27 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધુ કચ્છમાં 144.80 ટકા વરસાદ

ભૂમસ ગામના ફરિયાદીએ અશોક પરમાર નામના ઇસમ પર કિડની કૌભાંડ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે વ્યાજે લીધેલા રૂપિયા ન ચૂકવી શકનાર વ્યક્તિની કિડની કાઢી લેવામાં આવે છે. પોતાની સાથે પણ રૂપિયા વસૂલવા કિડની કાઢી લેવાનું ષડયંત્ર રચ્યાનો આરોપ લગાવ્યો હતો.

તો ફરિયાદીના આરોપને સમર્થન કરતા એક વ્યક્તિએ પણ 5 વર્ષ અગાઉ તેમની કિડની કાઢી લેવાઇ હોવાનો દાવો કર્યો. મહત્વપૂર્ણ છે કે 5 વર્ષ અગાઉ પેટલાદના પંડોળીમાં પણ કિડનીકાંડ઼નો ખુલાસો થયો હતો. જોકે પુરાવાના અભાવે અને સાક્ષીઓ ફરી જતા કોર્ટે તમામ 7 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. ત્યારે ભૂમસ ગામની ઘટનાએ ફરી એકવાર પંડોળીકાંડની યાદ તાજી કરાવી દીધી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, ત્યારે કિડનીકાંડના આરોપોમાં ખાખી શું નવો ખુલાસો કરે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

શું હતું પંડોળીનું ‘કિડની કાંડ’ ?

2016માં આણંદના પંડોળીમાં કિડની કાંડ સર્જાયું હતું. અઢી લાખમાં કિડની કાઢી લેવાયાની ફરિયાદ થઇ હતી. જે પછી પેટલાદ પોલીસે કિડની કાંડ અંગે હાથ તપાસ હાથ ધરી હતી. તે સમયે 13 લોકોની કિડની કાઢી લેવાઇ હોવાનો ખુલાસો થયો હતો. પંડોળી ગામના 11 લોકો, ચાંગા અને કણજરીના 1-1 લોકોની કિડની કાઢી લેવાઇ હોવાનો ખુલાસો થયો હતો.

તમામ પીડિતો દેવામાં ડૂબેલા ખેડૂતો કે મજૂરો હોવાની માહિતી છે. જેમની દિલ્હી અને ચેન્નઇની હોસ્પિટલોમાં કિડની કઢાઇ હતી. કેટલાંકની શ્રીલંકાની હોસ્પિટલમાં કિડની કઢાઇ હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે તબીબ સહિત 7 આરોપીની ધરપકડ કરી હતી. પેટલાદ કોર્ટમાં કેસના 39 સાક્ષીઓને કરાયા હતા. જેમાં 39 સાક્ષીઓમાં 10 પીડિતોનો પણ સમાવેશ હતો. પીડિતોએ આરોપીઓને ઓળખવાનો ઇન્કાર કર્યો હતો. પુરાવાઓના અભાવે કોર્ટે આરોપીઓને છોડી મુક્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો