Rajkot : ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે મુલાકાત લીધી

|

Apr 24, 2022 | 7:26 PM

નરેશ પટેલ(Naresh Patel) જેવો ઈમાનદાર ચહેરો કોંગ્રેસ પક્ષને મળે અને ગુજરાતના સારા દિવસો પાછા આવે તેવી મનહર પટેલે આશા વ્યક્ત કરી. તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે સામાજિક, ધાર્મિક બાબતો પર વિચારણા થઈ છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) અને કોંગ્રેસ(Congress) પ્રવક્તા મનહર પટેલ (Manhar Patel) વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં. આ મુલાકાતને લઈ મનહર પટેલે કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી તમામ કાર્યકરોની ઈચ્છા છે. નરેશ પટેલ જેવો ઈમાનદાર ચહેરો કોંગ્રેસ પક્ષને મળે અને ગુજરાતના સારા દિવસો પાછા આવે તેવી મનહર પટેલે આશા વ્યક્ત કરી. તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે સામાજિક, ધાર્મિક બાબતો પર વિચારણા થઈ છે. રાજકીય પાર્ટીમાં જોડાવવાના નિર્ણય અંગે નરેશ પટેલે કહ્યું કે હું થોડા દિવસોમાં જ નિર્ણય કરીશ.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવાની અટકળો પર તેમણે હાલ પૂર્ણ વિરામ મૂક્યો છે. તેમણે આજે રાજકોટ પરત ફરીને મીડિયા સાથે વાતચીત તેમણે જણાવ્યું હતું કે હું દિલ્હીમાં અંગત રીતે કોઇ નેતાને મળ્યો નથી. તેમજ હું એક લગ્નમાં હાજરી આપવા ગયો હતો. જો કે લગ્ન પ્રસંગના અનેક નેતાઓને મળ્યો છું. હું કયા નેતાને મળ્યો તે અંગે હાલ હું સ્પષ્ટતા કરવા માંગતો નથી. તેમજ નરેશ પટેલ ગુજરાત સ્થાપના દિવસે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તે બાબતે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં આવી કોઇ વાત નથી. નરેશ પટેલે કહ્યું કે ઔપચારિક રીતે નેતાઓને મળ્યું છે. રાજકીય રીતે જ બહાર જતો હોવું છે.

આ પણ વાંચો :  સુરત વાસીઓ માટે ખુશીના સમાચાર,આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં વેઇટિંગ ઘટ્યું

આ પણ વાંચો : કચ્છ : પુર્વ મંત્રી તારાચંદ છેડાનું નિધન, અંતિમવિધીમાં ગૌતમ અદાણી સહિત અનેક લોકો જોડાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:14 pm, Sun, 24 April 22

Next Video