Surat Video : ભેસ્તાનમાં કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરીનો પદાર્ફાશ, અજાણ્યા કાર ચાલક સામે દાખલ કર્યો ગુનો

|

May 25, 2024 | 3:14 PM

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. સુરતના ભેસ્તાનની સાઈ રાજ રેસીડેન્સીમાંથી દારુનો જથ્થો ઝડપાયો હતો. કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરીનો પદાર્ફાશ થયો છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. સુરતના ભેસ્તાનની સાઈ રાજ રેસીડેન્સીમાંથી દારુનો જથ્થો ઝડપાયો હતો. કારમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરીનો પદાર્ફાશ થયો છે. પાર્ક કરેલી કારની તપાસમાં 71 હજારનો દારુનો જથ્થો ઝડપાયો છે. દારુની અલગ -અલગ બ્રાન્ડની 572 બોટલ જપ્ત કરવામાં આવી છે. જો કે અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

બીજી તરફ આ અગાઉ પોરબંદરમાં દેશી દારુની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. પોરબંદરના બરડા ડુંગર પર આવેલી દેશી દારુની ભઠ્ઠીને નષ્ટ કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસે હજારો લીટર દેશી દારુનો નાશ કર્યો છે. દેશી દારુ ગાળનાર તત્વો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video