Vadodara: આજવા રોડ પર સ્મશાનની માગ સાથે લોકોએ રસ્તા પર ઉતરવુ પડ્યુ, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:19 PM

સ્થાનિકોએ સ્મશાન ન હોવાથી કોર્પોરેશનથી લઈ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હોવા છતાં કોઇ સાંભળતુ ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં જો તેમની માંગ નહીં પૂરી થાય તો કોર્પોરેશનમાં અંતિમ સંસ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

વડોદરામાં (Vadodara) આજવા રોડ પર સ્મશાનની (crematorium) માગ સાથે લોકોએ રસ્તા પર ઉતરવુ પડ્યુ છે. લોકો બેનર સાથે રસ્તા પર ઉતર્યા હતા અને કોર્પોરેશન સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશને (Corporation) તેમની સ્મશાનની જગ્યા પર શાક માર્કેટ ઉભું કરી દીધુ છે. જેના કારણે તેમને 70 કિલોમીટર દૂર સુધી અંતિમ સંસ્કાર કરવા જવું પડે છે. એટલું જ નહીં આ અંગે છેલ્લા પાંચ વર્ષથી તેઓ કોર્પોરેશનને રજૂઆત કરતા હોવા છતાં કોઇ ઉકેલ લવાયો નથી. સ્થાનિકોનો આરોપ છે કે કોર્પોરેશન દ્વારા રૂપિયા કમાવવા માટે સ્મશાનની જગ્યા પર શાક માર્કેટ ઉભુ કરાવ્યું છે. કોર્પોરેશન લારીવાળા જોડેથી રૂપિયા લઇ કમાણી કરી રહ્યું છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે જેસીંગ પુરાથી પાણીગેટ દરવાજા સુધી એક પણ સ્મશાન નથી. જેના કારણે તેઓ અંતિમ સંસ્કાર કરવા ક્યાં જાય. સ્મશાન નહીં હોવાને કારણે આસપાસના લાખોની સંખ્યામાં રહેતા પરિવારોને મુશ્કેલીઓ પડે છે. સ્થાનિકોનું કહેવુ છે કે સ્મશાનની જગ્યા પર 150થી વધુ લારીઓ ઉભી રહે છે, લારી દીઠ 600 રૂપિયા માસીક કોર્પોરેશન દ્વારા ઉઘરાવવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા જ સ્મશાનની જગ્યા માં દબાણ કરાવ્યું હોવાનો લોકોનો આક્ષેપ છે.

સ્થાનિકોએ સ્મશાન ન હોવાથી કોર્પોરેશનથી લઈ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હોવા છતાં કોઇ સાંભળતુ ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં જો તેમની માંગ નહીં પૂરી થાય તો કોર્પોરેશનમાં અંતિમ સંસ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો-

ગુજરાત પોલીસમાં ચિપાયો બઢતી-બદલીનો ગંજીફો, 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કયા પોલીસ અધિકારીની બઢતી અને ક્યા બદલી થઇ

આ પણ વાંચો-

Ahmedabad: અરવિંદ કેજરીવાલે કર્યો મિશન ગુજરાતનો પ્રારંભ, ભગવત માન સાથે કરી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું ”આશ્રમમાં આવીને શાંતિનો અનુભવ થયો”

Published on: Apr 02, 2022 06:19 PM