એએમસીએ દ્વારા કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવાના મુદ્દે વિવાદ, કર્મચારીઓ કરી ન્યાયની માંગ

આ સ્ટાફે વિરોધ નોંધાવ્યો છે.આ માટેની રજૂઆત કરવા તેઓ આરોગ્યભવન ગયા હતા, પરંતુ આરોગ્યભવન ખાતે યોગ્ય જવાબ નહીં મળતા વિરોધકર્તા કર્મચારીઓ ટાગોર હોલ ખાતે પહોંચ્યા હતા.

અમદાવાદ(Ahmedabad)  કોર્પોરેશને કોરોના કાળ(Corona)  દરમિયાન જે મેડિકલ(Medical)  અને પેરામેડિકલ સ્ટાફે ખડાપગે રહીને લોકોની સેવા કરી હતી. તેવા 900  કર્મચારીને છૂટા કરી(Releave)  દેવાનો પરિપત્ર કર્યો છે. જેને લઈને આ સ્ટાફે વિરોધ નોંધાવ્યો છે.આ માટેની રજૂઆત કરવા તેઓ આરોગ્યભવન ગયા હતા, પરંતુ આરોગ્યભવન ખાતે યોગ્ય જવાબ નહીં મળતા વિરોધકર્તા કર્મચારીઓ ટાગોર હોલ ખાતે પહોંચ્યા હતા.

જ્યાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા. જેમનો મેડિકલ સ્ટાફે ઘેરાવો કર્યો હતો અને તેમને ન્યાય મળે તેવી ઉગ્ર માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોનાના કેસો ઘટતા જે તે સમયે કરાર આધારે નિયુક્ત કરેલા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને 30 નવેમ્બરથી જ છૂટા કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે અત્યારે કોરોનાના કેસ ઘટતા આ સ્ટાફની હાલ પૂરતી જરૂર નથી તેમજ હાલ તેમની પાસે પૂરતો સ્ટાફ છે.

આ અંગે પત્રમાં મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થના પત્રનો સંદર્ભ આપીને કહ્યું છે કે રાજ્યમાં હાલ કોરોનાથી સ્થિતિ કાબૂમાં છે તેથી કરાર આધારિત મેડિકલ , પેરા મેડિકલ અને વર્ગ -4 ના કર્મચારીઓને છૂટા કરવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો :  AHMEDABAD : 1 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે ફ્લાવર-શો, AMCએ રિક્રિએશન કમિટીની બેઠકમાં લીધો નિર્ણય

આ પણ વાંચો : ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, પાકને નુકશાન થવાની ભીતિ

  • Follow us on Facebook

Published On - 8:06 pm, Wed, 1 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati