Ahmedabad : ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન, ઓવરબ્રિજના છેડે રસ્તો નહીં, જુઓ Video
અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. જો કે તાજેતરમાં અમદાવાદના ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન સામે આવ્યુ છે. 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનો છેડો જ ન મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. બ્રિજ બનીને તૈયાર છે, પરંતુ બ્રિજ શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિમાં જ નથી.

6 વર્ષ પહેલા શરુ થઇ હતી બ્રિજની કામગીરી
અમદાવાદમાં ઘુમા-શીલજ રેલવે ઓવરબ્રિજ આયોજન વગરના કામનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. ઓવરબ્રિજ તૈયાર થઈ ગયા બાદ અધિકારીઓના ધ્યાને આવ્યુ તે બ્રિજનો છેડો જ નથી. બ્રિજ પુરો થાય છે ત્યાં સામે દીવાલ આવેલી છે. ઓવરબ્રિજ તૈયાર થઈ ગયા બાદ અધિકારીઓને આ વાતનું ભાન થયુ છે. દીવાલ પાછળનો વિસ્તાર પણ એગ્રિકલ્ચર ઝોન છે.આગોતરા આયોજન વગર જ બ્રિજ બનાવી દેતા સ્થાનિકોએ વ્યક્ત કર્યો રોષ જોવા મળી રહ્યો છે. AUDAએ પ્લાનિંગ કે સર્વે વગર જ બ્રિજ બનાવ્યો હોવાનો લોકોનો આક્ષેપ છે. 6 વર્ષથી બની રહેલો બ્રિજ ક્યારે શરૂ થશે એ એક મોટો સવાલ છે.
અમદાવાદમાં અમદાવાદમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો રેલવે ઓવર બ્રિજ તો બની ગયો પરંતુ આ બ્રિજ ઈજનેરી કુશળતાને કારણે હવે વાહનચાલકો માટે કોઈ કામનો નથી. પરિણામે આ બ્રિજ બનાવવાનો શ્રેય કોણ લેશે એ સવાલ છે. ત્યારે વાહનચાલકો અને સ્થાનિકો કામગીરીને લઇને ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે.