Breaking News : અમદાવાદનુ 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, નવા બનશે ઓવરબ્રિજ- અન્ડરબ્રિજ, રેલવે ફાટક પણ દૂર કરાશે, જાણો ક્યાં કયાં વિસ્તારોમાં શું થશે

| Edited By: | Updated on: Feb 04, 2026 | 3:22 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં નહેરુનગરથી લઈને ઈસ્કોન બ્રિજ સુધીના માર્ગ પર ત્રણ લાંબા એલિવેટેડ ઓવરબ્રિજ બનાવાશે. જેના માટે 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બોપલ SP રિંગ રોડથી ઘુમા સુધી પણ બનશે એલિવેટેડ કોરિડોર બનાવવાની જોગવાઈ કરાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની એ, વર્ષ 2026-2027 માટે રૂપિયા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ ટ્રાફ્ટ બજેટમાં, કોમનવેલ્થ ગેમ્સ 2030 ને લઈને રમતગમત માટે ખાસ જોગવાઈ સુચવવામાં આવી છે. અમદાવાદમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂપિયા 211 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 5 જિમ, 3 સ્વિમિંગ પૂલ, 35 પ્લે ગ્રાઉન્ડ બનાવાનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રૂપિયા 100 કરોડની જોગવાઇ દર્શાવવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં નહેરુનગરથી લઈને ઈસ્કોન બ્રિજ સુધીના માર્ગ પર ત્રણ લાંબા એલિવેટેડ ઓવરબ્રિજ બનાવાશે. જેના માટે 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બોપલ SP રિંગ રોડથી ઘુમા સુધી પણ બનશે એલિવેટેડ કોરિડોર બનાવવાની જોગવાઈ કરાઈ છે.

અમદાવાદ મહાનગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઈન પરના ક્રોસીગને નાબૂદ કરવાનુ કાર્ય પણ હાથ ધરાશે, જેના ભાગરૂપે 775 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાંથી ગેરતપુર, વટવા વિંઝોલ, મણિનગર, સરખેજને ફાટક મુક્ત કરવામાં આવશે, જ્યારે મેમ્કો જંક્શન, કઠવાડા, સિલ્વર સ્ટાર ચાંદલોડિયામાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવા 225 કરોડની જોગવાઇ કરાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ રજૂ કરેલ ડ્રાફ્ટ બજેટમાં, બેઝિક સર્વિસ, સસ્ટેનેબિલ્ટી, હેરિટેજ ઈઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુઝિવ સીટી, સીટી બ્યુટીફિકેશન, ગવર્નન્સ સીટીઝન સેન્ટ્રીક ફેસિલિટી પર ભાર મુક્યો છે. જાહેર પરિવહનમાં 100% ઇલેક્ટ્રિક સર્વિસ કરવાનું AMC નું આયોજન છે.

ટ્રેડ ડિલના પગલે અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડતા, જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાય ચમકી ઉઠશે

Published on: Feb 04, 2026 03:17 PM