અમદાવાદઃ નારોલમાંથી MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, 5.30 લાખનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ નારોલમાંથી MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, 5.30 લાખનો જથ્થો ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2024 | 3:55 PM

અમદાવાદના નોરોલથી આરોપી શાલુ ખાન પાસેથી 53 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. શાલુ ખાન રતલામથી પોતાની સાથે આ જથ્થો લઈને આવતો હતો. ત્યાર બાદ તે છૂટક પડીકી બનાવીને વેચાણ કરતો હતો. રતલામમાં તેને ડ્રગ્સનો જથ્થો અબરાર ખાન કરીને શખ્શ આપતો હતો.

અમદાવાદના નારોલ સર્કલ પાસેથી એક યુવકને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના રતલામનો યુવક ગજન ઉર્ફે શાલુ ખાનને પોલીસે ઝડપી લીધો છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમી આધારે શાલુ ખાનને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.

એસીપી એનએલ દેસાઈએ જણાવ્યું હતુ કે, આરોપી શાલુ ખાન પાસેથી 53 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. શાલુ ખાન રતલામથી પોતાની સાથે આ જથ્થો લઈને આવતો હતો. ત્યાર બાદ તે છૂટક પડીકી બનાવીને વેચાણ કરતો હતો. રતલામમાં તેને ડ્રગ્સનો જથ્થો અબરાર ખાન કરીને શખ્શ આપતો હતો. આમ પોલીસે હવે મધ્ય પ્રદેશ સુધી તપાસ હાથ ધરીને અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">