અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકની મહિલા કર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ, કારણ જાણવા તપાસ શરુ
અમદાવાદાના નરોડામાં એક મહિલા પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યાની આશંકાએ પોલીસે તપાસ શરુ કરી છે. મહિલા પોલીસ કર્મીએ એસઆરપી ક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. નરોડા પોલીસે આ મામલે હવે આપઘાત કરવાનું સ્પષ્ટ કારણ જાણવા માટે તપાસ શરુ કરી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ એસઆરપી ક્વાર્ટર્સમાં એક મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. ક્વાર્ટર્સમાં જ ગળેફાંસો ખાઈને મહિલા પોલીસ કર્મીએ જીવન ટૂંકાવી દીધુ છે. મહિલા અમદાવાદના એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
નરોડા પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. જેમાં પોલીસને આશંકા છે કે, પારિવારિક ઝઘડાને લઈ આપઘાતનું પગલુ ભર્યુ હોઈ શકે છે. આ મામલે પણ પોલીસે તપાસ શરુ કરી છે. આપઘાત કરવાનું સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે પરિવારજનોની અને સાથી કર્મચારીઓની પણ પૂછપરછ પ્રાથમિક રીતે કરી છે. જેથી તપાસ દિશા સ્પષ્ટ કરી આગળ કાર્યવાહી હાથ ધરી શકાય.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
