અમદાવાદ ધોધમાર વરસાદથી થયું પાણી પાણી, જુઓ Video

|

Jul 22, 2023 | 9:39 PM

એસજી હાઈવે પર ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે હેલમેટ સર્કલ પાસે પાણી ભરાયા છે. તેમજ શહેરના ચાણક્યપૂરી વિસ્તારમાં પણ જાહેર માર્ગો પર પાણી ભરાયા છે.

Ahmedabad: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ(Rain)શરૂ થયો છે. નરોડા અને નાના ચિલોડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જે પ્રમાણે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં સાંજે વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો : Gujarat Rain: જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ,રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો-Video

તેમજ શહેરના અન્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. એસજી હાઈવે પર ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે હેલમેટ સર્કલ પાસે પાણી ભરાયા છે. તેમજ શહેરના ચાણક્યપૂરી વિસ્તારમાં પણ જાહેર માર્ગો પર પાણી ભરાયા છે.

અમદાવાદના જોધપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે આજે સાંજ થી અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે. જોધપુર, ખોખરા મણિનગર, શાહીબાગ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જામી છે.

અમદાવાદ શહેર અને  જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:29 pm, Sat, 22 July 23

Next Video