અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુરિઝમ પેકેજ જારી કર્યા, વિશ્વભરના પ્રવાસીઓને ચૂંટણીના પર્વથી કરાશે અવગત- વીડિયો

|

Mar 29, 2024 | 11:46 PM

અમદાવાદના એક ટ્રાવેલ્સ ગૃપે આ વખતે લોકશાહીના સૌથી મોટા ચૂંટણી પર્વને ધ્યાને રાખી ઈલેક્શન સ્પેશ્યિલ એવા 12 ટુર પેકેજ જારી કર્યા છે. આ ટુર પેકેજમાં ભારતના પ્રવાસન સ્થળોની ટુરની સાથે વિશ્વભરના પ્રવાસીઓને ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાશે. ચૂંટણીના ઉમેદવારો સાથે ડીનર તેમજ મુલાકાતનો પણ તેમને મોકો મળશે.

ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. લોકશાહીમાં ચૂંટણીને પર્વ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર વિશ્વની નજર ભારતની ચૂંટણીઓ પર મંડાયેલી છે. લોકશાહીના આ પર્વને વિશ્વભરના નિષ્ણાતો માણે તે માટે અમદાવાદના એક ટ્રાવેલ્સ ગ્રુપે ઇલેક્શન ટુરિઝમના 12 પેકેજ જારી કર્યા છે. જેમાં તેઓ ભારતના પ્રવાસન સ્થળો ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાથી વિશ્વભરના પ્રવાસીઓને અવગત કરશે.

વિદેશથી આવતા પ્રવાસીઓને રાજકીય પાર્ટીઓના પ્રચાર, પ્રસારનો પણ કરાવાશે અનુભવ

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના ચુંટણી પર્વને વિદેશના લોકો જાણે તે માટે ટ્રાવેલ્સ કંપની દ્વારા ઇલેક્શન ટુરીઝમ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં કંપની પ્રવાસીઓને ભારતના ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં ચૂંટણી પ્રક્રીયાના નિદર્શનની તક આપે છે. વિદેશથી આવતા પ્રવાસીઓને જે તે રાજ્યના જોવાલાયક સ્થળોની સાથે રાજકીય પાર્ટીનો પ્રચાર પ્રસાર, રેલી અને જાહેરસભાનો અનુભવ કરાવવામાં આવશે.

ચૂંટણી લડી રહેલા ઉમેદવારો સાથે મુલાકાતની પ્રવાસીઓને મળશે તક

સાથે જે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો સાથે મુલાકાત અને ડીનરનો મોકો આપવામાં આવે છે. ઇલેક્શન ટુરીઝમ માટે કંપનીએ 6 નાઇટ 7 ડે અને 7 નાઇટ 8 ડે ના પેકેજ જાહેર કર્યા છે. જેના માટે પ્રવાસીઓ એ 500 ડોલર થી માંડી 2000 ડોલર સુધીનો ખર્ચ કરવો પડશે. ભારતની ચૂંટણી પ્રક્રિયા જોવા માટે અમેરીકા, ફ્રાન્સ, જર્મની, લંડન, મીડલ ઇસ્ટના દેશ જેવાકે દુબઇ, શારજાહ, અબુધાબી આફ્રીકા અને જાપાનના પ્રવાસીઓ રસ દાખવી રહ્યા છે.  પ્રવાસીઓમાં ઇન્ફલુએન્સર, વિદ્યાર્થીઓ,રાજકીય વ્યક્તિઓ, રીસર્ચર, પત્રકાર અને યુવાનોનો સમાવેશ થાય છે. આ પ્રવાસીઓમાં ભારતમાં કઇ રીતે લાખો લોકો નેતાની પસંદગી કરે છે તે જાણવાની ઉત્કંઠા રહેલી હોય છે

 

આ પણ વાંચો: ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગણાતા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ, શું કહ્યુ લાલબાપુએ- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:43 pm, Fri, 29 March 24

Next Video