Ahmedabad : ઠગબાજ ગેંગે ટેલિગ્રામ લિંક મોકલી પડાવ્યા રુપિયા, 4 આરોપીની ધરપકડ, જુઓ Video

Ahmedabad : ઠગબાજ ગેંગે ટેલિગ્રામ લિંક મોકલી પડાવ્યા રુપિયા, 4 આરોપીની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: May 25, 2025 | 3:09 PM

મોબાઇલમાં કોઇ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા દસ વખત વિચાર કરવો જોઈએ. વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે અમદાવાદની આનંદનગર પોલીસે આવી જ એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે.

મોબાઇલમાં કોઇ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા દસ વખત વિચાર કરવો જોઈએ. વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે અમદાવાદની આનંદનગર પોલીસે આવી જ એક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જ્યાં, ઠગબાજ ગેંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને બેંક ખાતામાંથી રૂપિયા સેરવી લેતી હતી. જેને લઇ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદના વેપારી સાથે થઇ ઠગાઇ

આ સંપૂર્ણ ઘટનાનો મુખ્ય સૂત્રધાર કૌશલ ઠક્કર થાઇલેન્ડમાં હોવાના અહેવાલ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી ગેંગ ટેલિગ્રામ મારફતે લોકોનો સંપર્ક કરતા હતા અને એક લિંક મોકલીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવતા. જે બાદ તેમાં QR કોડ આવતો જ્યારે, કોઇ વ્યક્તિ એ QR સ્કેન કરતું એટલે તેમના ખાતાનું એક્સેસ આરોપીઓ પાસે જતું રહેતું હતું. અને તેઓ POS મશીન મારફતે રૂપિયા પડાવી લેતા હતા. 31 માર્ચે પણ એક વેપારી સાથે આ રીતે જ ઠગાઇ કરીને ક્રેડિટ કાર્ડમાંથી એક બાદ એક ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા પડાવી લીધા હતા.

ટેલિગ્રામથી લિંક મોકલી કરતા હતા ઠગાઈ

પોલીસે 4 આરોપી ફાલ્ગુન ગજેરા, જયદીપ મારૂ, ચિંતન રૂપારેલિયા અને મિલન વિરોજાની ધરપકડ કરી છે. ફાલ્ગુન અને જયદીપે મશીન લાવવામાં મદદ કરી હતી. તો, ચિંતન અને મિલન લોકોને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવાનું કામ કરતા હતા અને ખાતામાં રૂપિયા આવ્યા બાદ વોન્ટેડ આરોપી કૌશલને આંગડિયા મારફતે મોકલી દેતા અત્યાર સુધી આરોપીઓ 30 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી ચૂક્યા છે. આ સમગ્ર મામલે પોલીસે ચારેય આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. અને મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો