Ahmedabad: સિવિલમાં વધુ ત્રણ ડોક્ટર અને પાંચ નર્સિંગ સ્ટાફ સંક્રમિત, તમામ હોમ આઈસોલેટ થયા
તબીબી જગતમાં જ કોરોનાનો કહેર વર્તાતા હવે સામાન્ય નાગરિકો પણ ચિંતામાં આવી ગયા છે. હાલ તો સિવિલમાં સંક્રમિત થયેલા ડોક્ટર હોમ આઈસોલેટ થયા છે.
ગુજરાતમાં કોરોના (Corona)નો કહેર વધતો જઈ રહ્યો છે. સૌથી પહેલા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ (Front line Corona Warriors) જ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેને લઈને હોસ્પિટલ (Hospital)ના કોરોના વોરિયર્સ (Corona Warriors)માં ફફડાટ ફેલાઈ ગયો છે.
કોરોના વોરિયર્સ સંક્રમિત
કોરોનાની ત્રીજી લહેરમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ફરી એકવાર સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad)ની સિવિલ હોસ્પિટલમાં વધુ ત્રણ ડોક્ટર અને પાંચ નર્સિંગ સ્ટાફ સંક્રમિત થયા છે. અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સ સહિત કુલ 29 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. જે પૈકી અસારવા સિવિલમાં 22 અને સોલા સિવિલમાં 7 વોરિયર્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
હોસ્પિટલ સ્ટાફમાં ડરનો માહોલ
તબીબી જગતમાં જ કોરોનાનો કહેર વર્તાતા હવે સામાન્ય નાગરિકો પણ ચિંતામાં આવી ગયા છે. હાલ તો સિવિલમાં સંક્રમિત થયેલા ડોક્ટર હોમ આઈસોલેટ થયા છે. ડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ સંક્રમિત થતા હોસ્પિટલના અન્ય સ્ટાફમાં ડરનો માહોલ છે.
છેલ્લા થોડા દિવસથી ત્રીજી લહેરની શરુઆતમાં જ મોટી સંખ્યામાં હોસ્પિલના ડોક્ટર્સ અને નર્સ સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત થઇ રહ્યો છે. ત્યારે હોસ્પિટલના અન્ય સ્ટાફમાં પણ સંક્રમણ ફેલાવાનો ડર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Porbandar: સમુદ્ર કાંઠેથી ઝડપાયેલી પાકિસ્તાની બોટ અંગે તપાસનો ધમધમાટ, 10 પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ શરુ