Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો, જુઓ Video
પોલીસે આરોપી તથ્ય પટેલના પાંચ દિવસના રિમાન્ડની માગ કરશે. જ્યારે પિતા પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડની માંગણી નહીં કરાય. તેમજ અકસ્માત કર્યા બાદ પિતા પોતાના પુત્રને ભગાડી ગયો હતો. જેમાં તપાસ કરનાર SITની ટીમ સાથે તથ્યને કોર્ટમાં લવાયો
Ahmedabad : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત(Iskon Bridge Accident) કેસમાં આરોપી તથ્ય પટેલને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો છે. જેમાં પોલીસે આરોપી તથ્ય પટેલના પાંચ દિવસના રિમાન્ડની માગ કરશે. જ્યારે પિતા પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડની માંગણી નહીં કરાય. તેમજ અકસ્માત કર્યા બાદ પિતા પોતાના પુત્રને ભગાડી ગયો હતો. જેમાં તપાસ કરનાર SITની ટીમ સાથે તથ્યને કોર્ટમાં લવાયો છે.
આ પણ વાંચો : Ahmedabad: હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપની 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ, જુઓ Video
પ્રજ્ઞેશ પટેલ પર અકસ્માત સમયે ઘટનાસ્થળે હાજર લોકોને ધમકાવવાનો આરોપ છે.. મહત્વનું છે કે રાજ્ય સરકારે કેસને ગંભીર ગણાવીને એક જ અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરવાની ખાતરી આપી છે.. આજે સાંજ સુધીમાં વિશેષ સરકારી વકીલની નિમણૂક કરાશે.
આ કેસમાં પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં કલમ 304, 279, 337, 338, 304 સામેલ છે.. જ્યારે એમવી એક્ટ 177 અને 184 મુજબ પણ ગુનો નોંધાયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
