Ahmedabad Surat Breaking News : રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ ! જુઓ Video

| Edited By: | Updated on: May 25, 2026 | 1:19 PM

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ રિટેલ ઇંધણના ભાવમાં સતત વધારો કરી રહી છે. રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે.

અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. નવા વધારા બાદ પેટ્રોલનો ભાવ 101.66 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો ડીઝલનો ભાવ 97.78 રૂપિયા થયો છે. ગુજરાતમાં સરકારી કંપનીઓના પંપ પર પેટ્રોલ 100 ને પાર થયું છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7.22 રૂપિયા વધ્યા છે. ડીઝલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 7.67 રૂપિયાનો વધારો થયો છે. લાંબા સમય બાદ 15 મેએ પ્રથમવાર ભાવ વધારો કરાયો હતો. ભાવ વધારા અંગે સામાન્ય લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે.

સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 10 દિવસમાં ચોથી વખત વધ્યા છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.61નો વધારો થયો છે. ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.79નો વધારો થયો છે. 15થી 25 મે દરમિયાન ચોથી વખત ભાવ વધ્યો છે. 15 મેના રોજ પેટ્રોલ-ડીઝલમાં 3 રૂપિયા વધારવામાં આવ્યા હતા. 19 મેના રોજ પ્રતિ લિટરમાં 90 પૈસાનો વધારો કર્યો હતો. પેટ્રોલના ભાવ વધતાં લોકોના ખિસ્સા પર માર પડશે.

પેટ્રોલ અને ડીઝલમાં 4 વખત થયો વધારો

મધ્ય પૂર્વ કટોકટી શરૂ થયા પછી 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌપ્રથમ પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ 19 મેના રોજ 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ શનિવારે 23મેના રોજ તેલના ભાવમાં 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આજે 25મેના દિવસે પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયાથી વધુનો ચોથો વધારો જોવા મળી રહ્યો છે .

આ પણ વાંચો, Breaking News : ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા, જૂનાગઢ તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

Follow Us