Ahmedabad: હુમલાના પાંચ દિવસ બાદ BRTSના કર્મચારીનું મોત, પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા કર્યો ઈન્કાર

|

Jan 30, 2022 | 7:14 AM

BRTSના કર્મચારી જતીન પરમારને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં 5 દિવસની લાંબી સારવાર દમિયાન મોત નિપજ્યુ છે.

અમદાવાદ (Ahmedabad)ના સીટીએમ પાસે BRTSના કર્મચારી (Employees of BRTS) પર હુમલાના કેસમાં પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે. રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. પરિવારજનો (Family members)એ ન્યાય ન મળે ત્યાં સુધી તેમના સ્વજનનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

BRTSના કર્મચારીનું મોત

25 જાન્યુઆરીએ BRTSનો કર્મચારી જતીન પરમાર ફરજ પર હતો. આ દરમિયાન તેણે કાર અને એક્ટિવા પર આવેલા શખ્સો માટે BRTSનો ગેટ ખોલવાનો ઈન્કાર કર્યો હતો. BRTSનો રૂટ ખોલવાનો ઈન્કાર કરતાં વાહનચાલકોએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં BRTSના કર્મચારી જતીન પરમારને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં 5 દિવસની લાંબી સારવાર દમિયાન મોત નિપજ્યુ છે.

મૃતકના પરિજનોનો હોબાળો

BRTSના કર્મચારી જતીન પરમારના મોતથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારે રામોલ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. રામોલ પોલીસ બનાવટી આરોપીઓને ઊભા કરીને આરોપીઓ પકડાઈ ગયાનો ડોળ કરતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પોલીસની કામગીરીથી નારાજ પરિવારજનોએ પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટનાના મુખ્ય જે ત્રણ ફરાર આરોપીઓ છે તેમને પકડવાની પરિજનોની માગ સાથે પરિવારના એક વ્યક્તિને AMCમાં નોકરી આપવાની પણ પરિવારે માગ કરી છે.

બીજીબાજુ BRTSના અધિકારી દ્વારા પોલીસને તમામ સીસીટીવી પુરાવા પણ આપી દેવાયા છે. અમદાવાદમાં BRTSના કર્મચારી પર હુમલા બાદ મોત મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પકડાયેલા આરોપીઓ અગાઉ પણ હત્યાના કેસમાં પકડાઇ ચુક્યા હતા. તો પોલીસ દ્વારા કર્મચારીઓની સુરક્ષાની વ્યવસ્થા મુકાઈ હોવાના દાવા કરાઇ રહ્યા છે.

આ પણ વાંચો- Dhandhuka: કિશન ભરવાડ હત્યા મામલે મોટો ખુલાસો, 6 મૌલવીઓ સંકળાયેલા હોવાનું પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું

આ પણ વાંચો- RAJKOT : સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં આગઝરતી તેજી, ખાદ્યતેલોના ભાવ જાણો

 

Next Video