Ahmedabad: વટવામાં અસામાજિક તત્વોના આતંકની ઘટના CCTV મા કેદ, સ્કૂટર ચાલક પર લાકડી અને હથિયારો સાથે તૂટી પડ્યા !
Ahmedabad News : વટવા વિસ્તારમાં મોડી રાતે અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. 7થી 8 જેટલા શખ્સોએ એક્ટિવાનો પીછો કરી ટક્કર મારી અને યુવકને બેરહેમીપૂર્વ ફટકાર્યો હતો.
અમદાવાદના વટવા વિસ્તારમાં મોડી રાતે અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. 7થી 8 જેટલા શખ્સોએ એક્ટિવાનો પીછો કરી ટક્કર મારી અને યુવકને બેરહેમીપૂર્વ ફટકાર્યો હતો. વટવા પોલીસે હત્યાના પ્રયાસ અને રાયોટિંગની કલમો હેઠળ અજાણ્યા 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં સ્કૂટર ચાલકને માર મારવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. દ્રશ્યોમાં આપ જોઇ શકો છો કે રાતના સમયે એક યુવક એક્ટિવા લઇને જઇ રહ્યો છે..ત્યારે પાછળથી આવતી કાર તેને ટક્કર મારે છે અને યુવક નીચે પડી જાય છે. હજી તો યુવક કંઇ સમજે તે પહેલા કારમાંથી ચાર શખ્સો ઉતરે છે અને યુવકને લાકડીઓ વડે ઢોર માર મારવા લાગે છે. એટલું જ નહીં ત્યારબાદ અન્ય કારમાંથી પણ ત્રણથી ચાર શખ્સો ધોકા લઇને ઉતરે છે અને યુવકને માર મારે છે.
ઘટનાની વાત કરીએ તો, જુબેર તેના મિત્રો સાથે બાપુનગર જવા નીકળ્યો હતો. ઘોડાસર કેનાલ ઉપર પહોંચતા તેના મિત્ર સદ્દામની બાઈકને એક ગાડીએ ટક્કર મારતાં તે નીચે પડી ગયા હતા. કારમાં આવેલા શખ્સો જૂબેર અને તેના મિત્રોને ઢોર માર્યો હતો. જુબેર પોતાની ગાડી લઈને ઘોડાસર પીડી પંડ્યા કોલેજ રોડ ઉપર ભાગ્યો હતો. જુબેરને ગંભીર ઇજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ફરિયાદી યુવક પણ ભૂતકાળમાં પાસાનો આરોપી
પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફરિયાદી યુવક અગાઉ નારોલમાં મારામારી સહિતના ગુનામાં સામેલ હતો અને પાસા પણ ભોગવી ચુક્યો છે. જેથી તેની જૂની અદાવત મામલે પણ પોલીસે તપાસ હાથ ધરાઈ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
