AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ સાબરમતી જેલમાં કાચા કામના કેદીનું મોત, બાથરૂમની બારીના સળિયા સાથે લટકતી હાલતમાં મળી લાશ

Breaking News : અમદાવાદ સાબરમતી જેલમાં કાચા કામના કેદીનું મોત, બાથરૂમની બારીના સળિયા સાથે લટકતી હાલતમાં મળી લાશ

| Updated on: Oct 16, 2026 | 11:33 AM
Share

અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી દર્શક સોજીત્રાનું મોત થયું છે. બાથરૂમના સળિયા સાથે લટકતી હાલતમાં મળતા આપઘાતની આશંકા છે.

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના એક કેદીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. દર્શક સોજીત્રા નામના કેદીએ જેલની અંદર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટના નવી જેલ સર્કલ-2ની બેરેકમાં બની હતી, જ્યાં કેદી બાથરૂમની બારીના સળિયા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, દર્શક સોજીત્રાની ગાંધીનગરમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 11 જૂનના રોજ તેને કાચા કામના કેદી તરીકે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. જેલમાં આવ્યા બાદ તે અન્ય કેદીઓ સાથે વધુ વાતચીત કરતો ન હોવાની માહિતી પણ સામે આવી છે.

આ ઘટનાના બે દિવસ પહેલાં જ દર્શક સોજીત્રા જેલમાં તેના પિતાને મળ્યો હતો. કેદી માનસિક તણાવ અથવા ડિપ્રેશનમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

કેદીના મોતની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. કેદીના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાની પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અમરેલી જાફરાબાદમાં શિક્ષક સામે સગીર વિદ્યાર્થીનીના શોષણનો ગંભીર આરોપ, POCSO હેઠળ ધરપકડ

Published on: Oct 16, 2026 11:32 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">