ICMRની મંજૂરી મળતા LG હોસ્પિટલમાં RTPCR લેબોરેટરી શરૂ, રોજ 1200 જેટલા કોરોના ટેસ્ટ થશે

|

Jan 21, 2022 | 1:25 PM

અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે ત્યારે AMC દ્વારા ICMRને પત્ર લખીને ઝડપથી LG હોસ્પિટલમાં RTPCR લેબોરેટરી ચાલુ કરવાની મંજુરી ઝડપથી આપવા જણાવાયુ હતુ.

અમદાવાદમાં કોરોનાના કેસ (Corona case)માં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. ત્યારે હવે SVP પછી LG હોસ્પિટલમાં RTPCR લેબોરેટરી (RTPCR Laboratory) શરૂ થઈ છે. ICMRની મંજૂરી મળતા લેબોરેટરીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયુ છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ એટલા પ્રમાણમાં વધ્યા છે કે કોરોના ટેસ્ટ કરાવવા ટેસ્ટિંગ ડોમ પાસે લાંબી લાઈનો લાગે છે અને તેમ છતાં પણ કિટ ખુટી જતા ટેસ્ટ થઈ શકતા નથી. ત્યારે હવે અમદાવાદના લોકો માટે LG હોસ્પિટલમાં RTPCR લેબોરેટરી શરૂ થતાં રાહતના સમાચાર મળ્યા છે.

બીજી લહેર સમયે પણ LG હોસ્પિટલમાં RTPCR લેબોરેટરી ચાલુ હતી. જો કે બાદમાં તેને બંધ કરી દેવામાં આવી હતી. હવે અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે, ત્યારે AMC દ્વારા ICMRને પત્ર લખીને ઝડપથી LG હોસ્પિટલમાં RTPCR લેબોરેટરી ચાલુ કરવાની મંજુરી ઝડપથી આપવા જણાવાયુ હતુ. જે બાદ મંજુરી મળી જતા હવે LG હોસ્પિટલમાં RTPCR લેબોરેટરી ફરી ચાલુ કરી દેવામાં આવી છે.

હવે દરરોજ આ લેબોરેટરીમાં 1200 જેટલા RTPCR ટેસ્ટ કરવામાં આવશે. જેથી અમદાવાદના લોકોને વધુ એક કોરોના ટેસ્ટ કરાવવા માટેનો વિકલ્પ મળી રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં 20 જાન્યુઆરીએ 24,485 કેસ નોંધાયા છે. અને બીજી લહેરની પીક પણ તોડી નાંખી છે. 18 જાન્યુઆરીએ 17,119 કેસ. 19 જાન્યુઆરીએ 20,966 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં જ 62,550 નવા કેસ નોંધાયા છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 9,837 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ 2,981 નવા દર્દી મળ્યા છે.

આ પણ વાંચો- સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ પણ ખોડલધામના પ્લેટફોર્મ પરથી તેની જાહેરાત નહીં કરુ:નરેશ પટેલ

આ પણ વાંચો- કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે અમદાવાદમાં, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 19ના મોત

Next Video