AHMEDABAD : DPS EAST સ્કુલ વિરુદ્ધ મોટી કાર્યવાહી, DPEOએ ફટકાર્યો 1 લાખનો દંડ
દંડ ફટકારવા ઉપરાંત સ્કૂલને તાકીદ કરવામાં આવી છે કે જો હજી પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવશે તો પદરરોજ રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવશે.
AHMEDABAD : વગર મંજુરીએ શિક્ષણકાર્ય શરૂ રાખનારી અને વારંવાર વિવાદોમાં રહેલી DPS EAST સ્કુલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DPS EAST સ્કૂલને માન્યતા વગર પ્રાથમિક વિભાગ ચલાવવા બાબતે અમદાવાદ DPEO દ્વારા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ફટકારવા ઉપરાંત સ્કૂલને તાકીદ કરવામાં આવી છે કે જો હજી પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવશે તો પદરરોજ રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવશે. મહત્વનું છે કે, નિત્યાનંદકાંડ અને બોગસ NOC બનાવી શિક્ષણ વિભાગ સાથે છેતરપિંડી આચરનાર DPS EAST સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : SURAT : ધોરણ-10 નો એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ, સ્કુલને બંધ કરવામાં આવી
Latest Videos
Latest News