SURAT : ધોરણ-10 નો એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ, સ્કુલને બંધ કરવામાં આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 9:38 AM

શહેરની કોઇ પણ શાળામાં એક વિદ્યાર્થી પણ પોઝિટિવ આવશે તો તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરી આખી સ્કૂલ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

SURAT : રાજ્યમાં કોરોનાના ભય વચ્ચે અને ત્રીજી લહેરની આશંકાઓના સમાચાર વચ્ચે ધોરણ-9 થી ધોરણ-12નું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું, પણ આખરે જેનો ભય હતો એ સ્થિતિ આવીને ઉભી રહી છે. માંડ માંડ શરૂ કરાયેલી શાળામાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે.સુરતના લિંબાયતમાં પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધોરણ-10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા પાલિકાએ આખી સ્કૂલ બંધ કરાવી છે.શહેરની કોઇ પણ શાળામાં એક વિદ્યાર્થી પણ પોઝિટિવ આવશે તો તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરી આખી સ્કૂલ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : GUJARAT : પોલીસ વિભાગે 2 મહિનામાં 45 કરોડથી વધુનો દંડ વસુલ્યો, જાણો ક્યાં શહેરમાં કેટલો દંડ ઉઘરાવ્યો

આ પણ વાંચો : BHAVNAGAR : ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો રહેશે ખાલી, જાણો કારણ

g clip-path="url(#clip0_868_265)">