અમદાવાદના હંસપુરા-બિલાસિયામાં ડમ્પિંગ સાઇટ સામે ઉગ્ર વિરોધ, સ્થાનિકોની આરોગ્ય અને પર્યાવરણની ચિંતા, જુઓ Video

અમદાવાદના હંસપુરા-બિલાસિયામાં ડમ્પિંગ સાઇટ સામે ઉગ્ર વિરોધ, સ્થાનિકોની આરોગ્ય અને પર્યાવરણની ચિંતા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 29, 2026 | 8:40 PM

અમદાવાદના હંસપુરા-બિલાસિયા વિસ્તારમાં AMC દ્વારા પ્રસ્તાવિત ડમ્પિંગ સાઇટ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાક વિસ્તારની નજીક ડમ્પિંગ સાઇટ રદ કરવાની માંગ સાથે લોકોએ રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા હતા.

અમદાવાદના હંસપુરા-બિલાસિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રસ્તાવિત ડમ્પિંગ સાઇટ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાક વિસ્તારની નજીક ડમ્પિંગ સાઇટ બનાવવાનો વિરોધ કરતાં આસપાસની સોસાયટીઓના લોકોએ એકત્ર થઈ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટ શરૂ થવાથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાશે અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે. તેમણે પર્યાવરણને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. રહીશોની મુખ્ય માંગ છે કે રહેણાક વિસ્તારને ધ્યાનમાં રાખીને આ ડમ્પિંગ સાઇટનો પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “અમે અહીંયા મકાન એટલા માટે લીધા હતા કે આ નોન-પોલ્યુટેડ એરિયા હતો, જ્યાં ખેતરવાડી અને ઓપન સ્કાય હતું, પ્રદુષણ ઓછું હતું. પણ હવે ડમ્પિંગ સાઇટના કારણે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે.” જો ડમ્પિંગ સાઇટ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે AMC આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

ગુજરાતમાં ગૌહત્યા સામે સરકારનો કડક એક્શન પ્લાન! હર્ષ સંઘવીએ આપ્યા મોટા સંકેત, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.