Ahmedabad News : અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, 17 દિવસમાં 345 કેસ ડેન્ગ્યુના નોંધાયા, જુઓ Video

|

Aug 21, 2024 | 11:07 AM

બેવડી ઋતુના પગલે ગુજરાતમાં ઠેર- ઠેર રોગચાળા ફાટી નીકળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં માત્ર 17 દિવસમાં ડેન્ગ્યુના 345 કેસ નોંધાયા છે.

2 હજારથી વધુ સાઈટ સીલ કરાઈ

કમળાના 299, કોલેરાના 22 કેસ સામે આવ્યા છે. દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, લાંભામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે. ઉપર જણાવેલ કેસોમાં ખાનગી હોસ્પિટલના કેસોનો સમાવેશ નથી. ખાનગી હોસ્પિટલમાં નોંઘાયેલો આંક પણ ખૂબ જ ઊંચો હોવાની શક્યતા છે. વકરતા રોગચાળાને ડામવા મનપાએ કન્સ્ટ્રક્શન સાઈટોમાં તપાસ હાથ ધરી છે. 2 હજારથી વધુ સાઈટ સીલ કરી 1.19 કરોડ દંડ વસૂલાયો છે.

Next Video