Breaking News: અમદાવાદમાં વરસાદે તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ, શહેર જળમગ્ન, જુઓ Video

| Edited By: | Updated on: Jul 24, 2026 | 8:32 AM

સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જનજીવન પણ વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 17 ઈંચથી વધુ વરસાદ, ઉત્તર-પશ્ચિમમાં સાડા 14 ઈંચ અને પશ્ચિમ-મધ્ય ઝોનમાં સાડા 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેરમાં સરેરાશ 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જનજીવન પણ વ્યાપક રીતે પ્રભાવિત બન્યું છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 17 ઈંચથી વધુ વરસાદ, ઉત્તર-પશ્ચિમમાં સાડા 14 ઈંચ અને પશ્ચિમ-મધ્ય ઝોનમાં સાડા 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

પૂર્વ ઝોનમાં ભારે વરસાદ

અમદાવાદના પૂર્વ ઝોનમાં સાડા 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પશ્ચિમ અને મધ્ય ઝોનમાં વરસાદનો કહેર

શહેરના પશ્ચિમ અને મધ્ય ઝોનમાં સાડા 12 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને જાહેર વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં મહાનગરપાલિકાની ટીમો પાણીના નિકાલ માટે સતત કામગીરી કરી રહી છે.

ઉત્તર અને દક્ષિણ ઝોન પણ વરસાદથી તરબોળ

ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડ્યો છે અને સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે.

ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અસર

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સાડા 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 17 ઈંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવાની તેમજ પાણી ભરાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. મહાનગરપાલિકા અને રાહત ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી કરી રહી છે.

સતત બીજો દિવસે વરસાદ

અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ફરી એકવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બોડકદેવ વિસ્તારમાં રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોકા સર્કલની આસપાસ આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. બીજી તરફ ભારે વરસાદ અને પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં સુરક્ષાના ભાગરૂપે એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. મહાનગરપાલિકાની ટીમો પાણીના નિકાલ અને માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે કામગીરીમાં લાગી ગઈ છે.

આ પણ વાંચો-Gujarat Rain Updates: ગુજરાતમાં મેઘરાજાનો મહાપ્રહાર, 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ સાડા 19 ઈંચ વરસાદ

Follow Us