AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain Updates: ગુજરાતમાં મેઘરાજાનો મહાપ્રહાર, 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ સાડા 19 ઈંચ વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતાં અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે.

Gujarat Rain Updates: ગુજરાતમાં મેઘરાજાનો મહાપ્રહાર, 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ સાડા 19 ઈંચ વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2026 | 7:56 AM
Share

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતાં અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા અને નદી-નાળાઓમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

મહેમદાવાદમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નોંધાયો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં સાડા 19 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સતત ધોધમાર વરસાદને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ધોળકામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

અમદાવાદ જિલ્લાના ધોળકામાં સાડા 18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ જોરદાર કહેર વરસાવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલીમાં સાડા 17 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત નવસારીના ખેરગામ અને વલસાડ જિલ્લાના ઉમરગામમાં 17 ઈંચથી વધુ વરસાદ વરસતા નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

સુરતના ઉમરપાડામાં પણ 17 ઈંચથી વધુ વરસાદ

સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 17 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ ખેતીને પણ અસર પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

તંત્ર એલર્ટ મોડમાં

રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડમાં છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી માટે સંબંધિત વિભાગોને પણ સતર્ક રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Rain Breaking : સાંજે શરૂ થયેલા ભારે વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ Video

Follow Us
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">