AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુસાફરો માટે અમદાવાદ રેલવે સ્ટેશને શરુ કરાયું આધુનિક પ્રતિક્ષાલય

મુસાફરો માટે અમદાવાદ રેલવે સ્ટેશને શરુ કરાયું આધુનિક પ્રતિક્ષાલય

| Updated on: Nov 20, 2025 | 8:58 PM
Share

મુસાફરોની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન રેલવે વિભાગે નવા પ્રતિક્ષાલયને આધુનિક સુવિધાઓથી સજ્જ કર્યું

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી છે. 250થી વધુ લોકોની ક્ષમતા ધરાવતું આ આધુનિક પ્રતિક્ષાલય અનેક સુવિધાઓથી સજ્જ છે. જેમાં નાના બાળકો માટે બેબી કેર રૂમ, ગરમ પાણી માટેની પણ સવલત કરાઈ છે. આ ઉપરાંત  મોબાઈલ ચાર્જિંગ અને નાસ્તા માટે સ્ટોલ જેવી સુવિધાનો સમાવેશ થાય છે.

પ્લેટફોર્મ નંબર 1 પર 24 કલાક ખુલ્લું રાખવામાં આવનાર આ વેઈટિંગ રૂમનો ચાર્જ વયસ્કો માટે પ્રતિ કલાક ₹20 અને બાળકો માટે ₹10 નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ ટોયલેટ, બાથરૂમ, દિવ્યાંગો માટે ખાસ બાથરૂમ તથા હોટલ અને કેબ બુકિંગ માટે હેલ્પ ડેસ્ક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર અનુભવ આપવા માટે રેલવે સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓમાં સુધારાઓ કરી રહ્યું છે.

 

 

 

ગુજરાતના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">