Ahmedabad: હોટેલ ઈન્ડસ્ટ્રીને થશે કરોડોનું નુકસાન, વાયબ્રન્ટ સમિટ રદ થતાં કરોડોના બૂકિંગ કેન્સલ થયા
વધતા કોરોના કેસ વચ્ચે હોટેલ ઈન્ડસ્ટ્રીને પડતા પર પાટા જેવી સ્થિતિ છે. એક તરફ વાયબ્રન્ટ સમીટ રદ થતાં પણ હોટેલ ઈન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન થવાની સંભાવના છે. 45 કરોડમાંથી 15 કરોડ રૂમ બુકીંગ કેન્સલ થઇ ગયા છે.
એક તરફ સરકારે ગાંધીનગર (Gandhinagar)માં યોજાનારી વાયબ્રન્ટ સમિટ (Vibrant Summit)ને રદ કરી છે તો બીજી તરફ ગુજરાતમાં કોરોના (Corona) સંક્રમણના મહા વિસ્ફોટ વચ્ચે સરકારે નવી ગાઈડલાઈન (New guideline) જાહેર કરી છે.
જે મુજબ હવે રાજકીય, ધાર્મિક અને સામાજીક સમારંભોમાં 400 લોકોની મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. જેને લઈને હોટલ એસોસિએશન (Hotel Association) રાજ્ય સરકારની ગાઈડલાઈન પર સંતોષ વ્યક્ત કર્યો છે. કેમકે 400ની ક્ષમતા સાથે લગ્ન પ્રસંગો યોજવાની પરવાનગી મળી છે. જેથી હોટલ ઈન્ડસ્ટ્રીને આંશિક નુકસાન થશે.
વધતા કોરોના કેસ વચ્ચે હોટેલ ઈન્ડસ્ટ્રીને પડતા પર પાટા જેવી સ્થિતિ છે. એક તરફ વાયબ્રન્ટ સમીટ રદ થતાં પણ હોટેલ ઇન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન થવાની સંભાવના છે. 45 કરોડ રૂપિયાના રુમ બૂકિંગમાંથી 15 કરોડ રૂપિયાના રૂમ બુકીંગ કેન્સલ થઈ ગયા છે. હજુ પણ નુકસાન થઈ શકે તેવી સંભાવના છે.
રાજ્ય સરકારે અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. જેની પણ સીધી અસર હોટેલ ઈન્ડસ્ટ્રી પર પડી શકે છે. કારણ કે કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા પણ મોટી સંખ્યામાં મહેમાનો આવતા હોય છે. ત્યારે વાયબ્રન્ટ સમિટથી લઇને તમામ ઉત્સવ રદ કરાતા છેલ્લા ત્રણ દિવસમાં 2 હજાર જેટલા રૂમ બુકીંગ થયા કેન્સલ થયા છે. જેને લઈને હોટેલોને કરોડોનું નુકસાન થયુ છે.
મહત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને 7 જાન્યુઆરીએ સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જે મુજબ રાજ્યના મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે.
રાજ્યમાં ધોરણ 1થી લઈને 9 સુધીની શાળામાં ઓફલાઈન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે તો હોટલ અને રેસ્ટોરન્ટમાં બેઠક ક્ષમતાના 75 ટકા લોકો સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જ્યારે હોમ ડિલિવરી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.
રાજકીય, ધાર્મિક અને સામાજીક સમારંભોમાં 400 લોકોની મર્યાદામાં છૂટ આપવામાં આવી છે તો લગ્ન પ્રસંગમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકોને મંજૂરી મળી છે. જ્યારે અંતિમક્રિયા અને દફનવિધિમાં મહત્તમ 100 લોકોને હાજર રહેવાની મંજૂરી મળશે. રાજ્યમાં દુકાનો, લારી-ગલ્લા, હેર સલૂન, સ્પા, બ્યુટી પાર્લર 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.જ્યારે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ પ્રેક્ષકો વગર ચાલુ રાખી શકાશે.
આ પણ વાંચોઃ ગુજરાતની વધુ એક સિદ્ધી, રાષ્ટ્રીય જલ પુરસ્કાર 2020માં અલગ અલગ કેટેગરીમાં 9 એવોર્ડ જીત્યા
આ પણ વાંચોઃલGUJARAT : કોરોનાનો મહા વિસ્ફોટ, નવા 5396 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 18 હજારને પાર