Ahmedabad : ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી, જુઓ Video
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના એચ ડિવિઝિન પોલીસ મથકમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને પોલીસ ચોપડે જેમના નામ ચડી ગયા હોય તેવા આરોપીઓને બોલાવાયા હતા. બાપુનગર, ગોમતીપુર, રખિયાલ સહિતના વિસ્તારોના ગુનેગારોને બોલાવી DCP અને પીઆઇ સહિતના અધિકારીઓએ મિટિંગ કરી હતી.
અમદાવાદમાં ગુનાખોરીને ડામવા માટે અમદાવાદમાં પોલીસે નવી પહેલ કરી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના એચ ડિવિઝિન પોલીસ મથકમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને પોલીસ ચોપડે જેમના નામ ચડી ગયા હોય તેવા આરોપીઓને બોલાવાયા હતા. બાપુનગર, ગોમતીપુર, રખિયાલ સહિતના વિસ્તારોના ગુનેગારોને બોલાવી DCP અને પીઆઇ સહિતના અધિકારીઓએ મિટિંગ કરી હતી.
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો – અમદાવાદ પોલીસ
પોલીસ દ્વારા બોલાવેલા આરોપીમાંથી પાસા હેઠળના 42, તડીપાર થયેલા 27 ઉપરાંત અન્ય ગુનામાં સંડોવાયેલા 8 આરોપી સહિત કુલ 77 આરોપીને પોલીસે બોલાવી કાયદા અંગે સમજ આપી છે. પોલીસે આરોપીને ગુનાહિત પ્રવૃત્તિ છોડીને ધંધો-વ્યવસાય કરવા માટે સમજાવાયા હતા. આ સાથે પોલીસ અધિકારીઓએ ગુનેગારોને ચીમકી આપતા કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.જો કાયદો વ્યવસ્થા તોડી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી આપી છે.