Ahmedabad : કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં, નશામાં ધૂત 470થી વધારે લોકો ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 27, 2024 | 1:32 PM

અમદાવાદમાં વધતી જતી ગુનાખોરીને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે કાયદો - વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

અમદાવાદમાં વધતી જતી ગુનાખોરીને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે કાયદો – વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. પોલીસકર્મીઓ સહિત અધિકારીઓ દ્વારા આખી રાત કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

સતત બે રાતથી શહેરના દરેક વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે 21,223 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાંથી 1,750 વાહનો ડિટેઈન કરાયા છે. 1,685 વાહન ચાલકોને ₹12.98 લાખનો દંડ કરાયો છે. નશામાં ધૂત 470 લોકોને સિવિલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા. મળતી માહિતી અનુસાર 200 લોકો હથિયાર સાથે ઝડપાયા હતા. જેમાં તલવાર, ધારિયા, ગુપ્ત, ચપ્પા, છરાં જેવાં હથિયારો મળી આવ્યા હોવાનું સામે આવ્યુ છે.

ગૃહ રાજ્ય પ્રધાને પોલીસે અધિકારી સાથે કરી હતી બેઠક

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠેલા સવાલો મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. અધિકારીઓને રસ્તા પર ઉતરવાની સૂચના આપી હતી.ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સતત બે રાત્રિથી શહેરના દરેક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. એટલુ જ નહીં પોલીસે ગુનેગારોના ઘર અને અન્ય સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે.