અમદાવાદમાં નવરાત્રીને લઇને શહેર પોલીસ સજ્જ, ગાઇડલાઇનના પાલન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદમાં નવરાત્રીને લઇને શહેર પોલીસ સજ્જ, ગાઇડલાઇનના પાલન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 11:41 PM

90 પીસીઆર, 5 ક્યુઆરટી ટીમ અને 90 શી-ટિમ અને 78 હોકબાઈક તૈયાર રાખવામાં આવશે.

AHMEDABAD : અમદાવાદમાં નવરાત્રીને લઇને શહેર પોલીસ સજ્જ થઈ ગઈ છે..કોરોનાની સ્થિતિ જોતાં જાહેર સ્થળોએ ગરબાની પરવાનગી નથી..પરંતુ સોસાયટીમાં ગરબે ઘૂમવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

શહેરમાં 13 ડીસીપી, 24 એસીપી અને 70થી વધુ પીઆઇ હાજર રહેશે. 220 પીએસઆઇ, 8 હજારથી વધુ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તેમજ એસ.આર.પીની 2 કંપની તૈનાત રહેશે. તો બીજી બાજુ 90 પીસીઆર, 5 ક્યુઆરટી ટીમ અને 90 શી-ટિમ અને 78 હોકબાઈક તૈયાર રાખવામાં આવશે.

જો કે, આ સાથે નિયમોનો ભંગ કરનાર શખ્સ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધાશે. તેમજ સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પણ પોલીસની બાજનજર રહેશે. શહેર પોલીસ હોટલ તેમજ બજારોમાં પણ ખાનગી વોચ રાખશે. શી ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સોસાયટીના રહીશોને નવરાત્રીની અને કોવિડની ગાઈડ લાઇન સમજવાઈ રહી છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે તેવું સમજવાઈ રહ્યું છે.

આ પણ વાંચો : સરકારના નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ પ્રખ્યાત ગાયકો ચાર ચાંદ લગાવશે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે પ્રારંભ

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલે દુબઈ એક્સ્પો-2020માં સંબોધન કર્યું, DHOLERA SIRને વિશ્વફલક પર રજૂ કર્યું, રોકાણકારોને આમંત્રણ આપ્યું

g clip-path="url(#clip0_868_265)">