Ahmedabad: ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થને લઇને પોલીસનું સર્ચ, સિંધુભવન રોડ અને એસ.જી હાઈવે પરના કેફેમાં સરપ્રાઇઝ ચેકિંગ, જૂઓ Video
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી અમદાવાદ પોલીસનું (Ahmedabad Police) સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. સિંધુભવન રોડ, એસ.જી હાઈવે પરના કાફેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થને લઇને સર્ચ કરવામાં આવ્યુ હતુ.
Ahmedabad : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ અને નશીલા પદાર્થો મળી રહ્યા છે. બીજી તરફ 15 ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ પણ નજીક આવી રહ્યો છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી અમદાવાદ પોલીસનું (Ahmedabad Police) સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. સિંધુભવન રોડ, એસ.જી હાઈવે પરના કાફેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થને લઇને સર્ચ કરવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા અલગ અલગ કેફેમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે કેફે માલિકોમાં ફફડાટ ફેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 12, 2023 12:12 PM
Latest Videos