PM મોદીના રોડ શોનો બદલાયો રૂટ, UAE પ્રેસિડેન્ટ નહીં જાય ગાંધી આશ્રમ, જાણો શું છે કારણ

| Edited By: | Updated on: Jan 07, 2024 | 9:21 PM

8 જાન્યુઆરીથી 3 દિવસ સુધી વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરવાના હતા, પરંતુ આ રૂટ બદલવામાં આવ્યો છે. હવે એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ શો યોજવામાં આવશે.

ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઇ તડામાર તૈયારીઓ થઈ રહી છે. આવતીકાલે એટલે 8 જાન્યુઆરીથી 3 દિવસ સુધી વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરવાના હતા તેનો રૂટ બદલવામાં આવ્યો છે. હવે એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી રોડ શો યોજાશે.

આ રોડ શોમાં UAEના પ્રેસિડેન્ટ પણ હાજર રહેવાના છે. ત્યારે UAE પ્રેસિડેન્ટની સિક્યુરિટી દ્વારા એરપોર્ટથી ગાંધી આશ્રમ રૂટ માટે સુરક્ષાને લઈ રોડ શોને લીલી ઝંડી ન મળતાં રોડ શોનો રૂટ બદલાયો છે. UAE પ્રેસિડેન્ટ ગાંધી આશ્રમ નહિ જાય. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી જ રોડ શો યોજાશે. રોડ શો બાદ PM મોદી તથા UAE પ્રેસિડેન્ટ હોટેલ લીલા જશે.

આ પણ વાંચો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો CMના હસ્તે પ્રારંભ, કાઈટ ફેસ્ટિવલમાં છવાઈ ‘અયોધ્યા’ થીમ