AHMEDABAD : ”વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકરની જેમ ભળે છે પાટીદાર સમાજ”, ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનનું નિવેદન
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધનમાં જણાવ્યુ હતુ કે, પાટીદાર સમાજનો નારો પહેલા મહેનત, પછી વિચાર બનાવવાનો અને પછી કાર્ય સાથે આગળ વધવાનો છે.
અમદાવાદ(Ahmedabad)ના સોલામાં ઉમિયાધામ(Umiyadham) મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જેમાં તેમણે કહ્યુ હતુ કે પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. તેમણે પાટીદાર સમાજની પ્રશંસા કરતા કહ્યુ કે, પાટીદાર સમાજ વૃત્તિ સેવાની હોય છે, પાટીદાર સમાજ(Patidar Samaj) પોતે કમાઇને બીજાને ખવડાવવાની નીતિ રાખે છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહનું નિવેદન
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધનમાં જણાવ્યુ હતુ કે, પાટીદાર સમાજનો નારો પહેલા મહેનત, પછી વિચાર બનાવવાનો અને પછી કાર્ય સાથે આગળ વધવાનો છે. તેમણે જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજ શિક્ષિત થયો છે અને પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. તેમણે પાટીદાર સમાજની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે, પાટીદાર સમાજની વૃત્તિ સેવાની છે. તે પોતે તો કમાય છે પણ બીજાને પણ ખવડાવવાની નીતિ રાખે છે.
મહત્વનું છે કે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરમાં ત્રિદિવસીય શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યાં. આ ઉપરાંત બીજા પણ અનેક મહાનુભાવો આ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત છે.
ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો છે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે.
આ પણ વાંચો : Katrina and Vicky Haldi Photos : હલ્દી સેરેમની વખતે એકબીજામાં ખોવાઈ ગયા વિકી અને કેટરીના, જુઓ તસવીરો