Ahmedabad : ઠક્કરનગરની શ્રીજી હાઈસ્કૂલમાં 1 હજાર રૂપિયા એક્ટિવિટી ફી લેતા વાલીઓ વિફર્યા

શ્રીજી હાઈસ્કૂલ દ્વારા રૂપિયા 1 હજાર એક્ટિવિટી ફી લેવામાં આવતી હોય વાલીઓ વિફર્યા હતા. વાલીઓએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં શાળાઓ ફી માફી આપી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 5:10 PM

Ahmedabad : શહેરના ઠક્કરનગર વિસ્તારની શાળામાં ફી લેવાને મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. શ્રીજી હાઈસ્કૂલ દ્વારા રૂપિયા 1 હજાર એક્ટિવિટી ફી લેવામાં આવતી હોય વાલીઓ વિફર્યા હતા. વાલીઓએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં શાળાઓ ફી માફી આપી રહી છે.ત્યારે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા અધર એક્ટિવિટિના નામે ગેરકાયદે ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત શ્રીજી હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ક્લાસ પણ ચાલુ કરાયા ના હતા તો કઈ બાબતે ફી ઉઘરાવાઈ રહી છે. વાલીઓનો ફી બાબતે રોષ જોઈ શાળા સંચાલકોએ ફેરવી તોડયું હતું અને કોરોનાને ધ્યાનમાં રાખી ફી માફીની જાહેરાત કરી હતી. શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં માતા ગુમાવ્યા હોય તેવા વિદ્યાર્થીની 50 ટકા ફી માફ કરાશે. અને માતા-પિતા બંને ગુમાવેલા હોય તેવા વિદ્યાર્થીની 100 ટકા ફી માફ કરવામાં આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">