ગીર સોમનાથ : ઊનાના દ્રોણેશ્વર ગૂરૂકુળમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને અનેરો શણગાર

ગીર સોમનાથ : ઊનાના દ્રોણેશ્વર ગૂરૂકુળમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને અનેરો શણગાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 1:38 PM

સમગ્ર ગુજરાતમાં તથા દેશમાં રેકોર્ડ બ્રેક કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે. ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. આવા સમયે ભક્તો પોતાની ભાવના વ્યક્ત કરવા ભગવાનને પણ ઠંડીમાં ગરમ વસ્ત્રો, ગરમ શાલ, હીટર વગેરેની વ્યવસ્થા સાથે શણગાર કરે છે.

Gir Somnath: ઊના (UNA) નજીકના દ્રોણેશ્વર ગૂરૂકુળમાં (Droneshwar Gurukul)બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને (Kashtabhanjan Dev)અનેરો શણગાર કરવામાં આવ્યો છે. આજે કડકડતી ઠંડીમાં (Cool) હનુમાનજી મહારાજને ઉનના વાઘાનો શણગાર (Decoration)કરાયો છે. સાથે જ કષ્ટભંજન દેવ માટે હીટર તથા ગરમ શાલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં તથા દેશમાં રેકોર્ડ બ્રેક કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે. ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. આવા સમયે ભક્તો પોતાની ભાવના વ્યક્ત કરવા ભગવાનને પણ ઠંડીમાં ગરમ વસ્ત્રો, ગરમ શાલ, હીટર વગેરેની વ્યવસ્થા સાથે શણગાર કરે છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને પુજારીએ ઉનના વાઘા તથા ગરમ શાલ, ઉનની શાલ, હીટર વગેરેથી ઠંડીથી રક્ષણ મળે એવા ભાવ સાથે શણગાર કર્યો હતો.

રાજયમાં ઉત્તર-પશ્ચિમના ઠંડા પવનોને કારણે કોલ્ડ વેવની અસર

ઉત્તર-પશ્ચિમના ઠંડા પવનોને કારણે રાજ્યમાં કોલ્ડ વેવની અસર શરૂ થઈ છે. અને આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં એની અસર વર્તાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તરના સીધા ઠંડા પવનની અસર સૌથી વધુ અસર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં રહેશે.અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવેલા પલટાને લીધે લઘુતમ તાપમાનનો પારો ઊંચકાયો હતો, જેને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પણ અહેસાસ થઇ રહ્યો હતો.

આ પણ વાંચો : ભાજપનાં કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ફરી રૂપાણીનું નામ ગાયબ થતા અનેક તર્ક-વિતર્ક

આ પણ વાંચો : SURAT : PM MODIના હસ્તે Rubber Girl અન્વી ઝાંઝરૂકિયાને વર્ચ્યુઅલી એવોર્ડ એનાયત થશે

g clip-path="url(#clip0_868_265)">