Ahmedabad માં કોરોનાના નવા 6191 કેસ નોંધાયા, 6 લોકોના મૃત્યુ
અમદાવાદમાં કોરોના કેસ પાછલા ચાર-પાંચ દિવસની સરખામણીએ ભલે ઓછા થયા હોય. પરંતુ રાજ્યમાં હજી પણ સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે
અમદાવાદ (Ahmedabad) શહેરમાં 23 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona) કેસમાં ઘટાડો થયો છે. અમદાવાદ કોરોનાના નવા 6191 કેસ નોંધાયા છે. જો કે અમદાવાદમાં કોરોના કેસ પાછલા ચાર-પાંચ દિવસની સરખામણીએ ભલે ઓછા થયા હોય. પરંતુ રાજ્યમાં હજી પણ સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. જયારે રાજ્યમાં સર્વાધિક 6 દર્દીઓના મૃત્યુ પણ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 3232 દર્દી સાજા થતા રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં 86 નવા કેસ સામે આવ્યા અને 82 દર્દી સાજા થતા રજા આપવામાં આવી.અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં શહેરમાં વધુ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે તેની સામે 11 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરાયા છે.
આ સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 181થી વધીને 186 પર પહોંચી છે.શહેરમાં વધુ 87 ઘરોના 299 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકાયા છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા જોખમને લઈને AMC દ્વારા આ જોખમને ટાળવા બનતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. AMC દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષાઓ દ્વારા લોકોને કોરોનાના નિયમો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટેની લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમજ જાહેર એકમો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કે ફેક્ટરીમાં નિયમોનું પાલન નહીં થાય તો પગલાં લેવાની પણ સૂચના અપાઈ રહી છે.
આ પણ વાંચો : Banaskantha : પોલીસ કર્મી વિરુદ્ધ પત્નીએ જ ત્રાસ અને દહેજ માંગવાની ફરિયાદ નોંધાવી, તપાસ શરૂ
આ પણ વાંચો : Mahisagar : એસ.ટી.બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત