Ahmedabad : ભગવાન જગન્નાથના નવા રથ પર પંચધાતુના નવા કળશ શોભિત કરવામાં આવશે, જાણો શું છે રથના કળશનું વિશેષ મહત્વ

|

May 22, 2023 | 3:52 PM

ભગવાન જગન્નાથની (Lord Jagannath) રથયાત્રા પહેલા આગામી 4 જૂના રોજ જળયાત્રા યોજવાની છે. જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે.

અમદાવાદમાં (Ahmedabad) 20 જૂને યોજાનારી રથયાત્રાને લઇ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. રથયાત્રાના (Rathyatra) પહેલા 4 જૂને યોજાનારી જળયાત્રા (Jalyatra) હોય કે પછી રથને તૈયાર કરીને તેનું રિહર્સલ હોય તમામ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રથયાત્રા પર પંચધાતુના નવા કળશ શોભિત કરવામાં આવશે. રથના કળશનું વિશેષ મહત્વ ગણાય છે. સનાતન ધર્મમાં શિખર પર આ કળશ મૂકવામાં આવે છે.

આ પણ વાંચો- Rajkot : શહેરની આ શાળામાં અનોખી રીતે ઉજવવામાં આવે છે વિદ્યાર્થીઓનો જન્મદિવસ

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આગામી 4 જૂના રોજ જળયાત્રા યોજવાની છે. જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરી અને લાવવામાં આવશે અને ભગવાનનો જલાસબ કરવામાં આવશે. જગન્નાથપુરીમાં જે રીતે કળશ હોય છે. તેવી જ રીતે અમદાવાદના રથ પર કળશ બનાવવાનો પ્રયાસ કરાયો છે. કળશ પર ચાર દિશામાં સૂર્ય અંકિત કરવામાં આવ્યા છે અને આ કળશનું વજન આશરે 15 કિલો છે

જળયાત્રાના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ રહેશે. જળયાત્રાના મુખ્ય યજમાન તરીકે કનીજ ગામના ગાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સન્ની પ્રોડક્શનના સન્ની અશ્વિનભાઈ દેસાઈ અને સધી માતા પરિવાર છે. જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિત શહેરના તમામ ધારાસભ્યો અને ભાજપના શહેર સંગઠનના નેતાઓ હાજર રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video