અમદાવાદીઓને નવા વર્ષે નવી ભેટ, મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને શું આપ્યું વચન ? જુઓ વીડિયો

અમદાવાદીઓને નવા વર્ષે નવી ભેટ, મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને શું આપ્યું વચન ? જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 14, 2023 | 7:21 PM

અમદાવાદીઓને નવા વર્ષે નવી મળશે ભેટ મળવા જય રહી છે. મ્યુ. કમિશનરે શહેરીજનોને વચન આપ્યા. AMC કમિશનરે Tv9 સાથે વાતચીત કરી. કારણ કે નવા વર્ષમાં લોકોને રખડતા ઢોરથી મુક્તિ મળશે. શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે. નવા વર્ષમાં રસ્તા પર એકપણ ઢોર જોવા નહીં મળે તેવું કમિશનરે જણાવ્યુ છે. આ સાથે અનેક સુવિધા શહેરી જનોને મળશે.

નવા વર્ષે અમદાવાદીઓને સમસ્યામાં મળી શકે છે છૂટકારો. શહેરીજનોને સમસ્યાથી છૂટકારો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે નવા વર્ષે લોકોને વચન આપ્યું છે. હવે નવા વર્ષથી શહેરના કોઇપણ રસ્તા પર રખડતા ઢોર જોવા નહીં મળે. તો અમદાવાદીઓને નવા વર્ષથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ : જગન્નાથ મંદિરમાં ભક્તોએ લીધા અન્નકૂટના દર્શનનો લ્હાવો, જુઓ વીડિયો

લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો આપવા કોર્પોરેશને ખાસ આયોજન કર્યું છે. એટલું જ નહીં શહેરમાં દૂબાણ દૂર કરવા માટે પણ ખાસ પોલિસી બનાવવામાં આવી છે. તો લોકોને ટુંક સમયમાં જ ખરાબ રસ્તાથી રાહત મળી શકે છે. શહેરનો વિકાસ જેમ જેમ થાય તેમ તેમ વસ્તી અને ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો