AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : મિસ્ટર એન્ડ મિસ ગુજરાત દિવ્યાંગ સ્પર્ધા, 16 શહેરોના 32 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો

Ahmedabad : મિસ્ટર એન્ડ મિસ ગુજરાત દિવ્યાંગ સ્પર્ધા, 16 શહેરોના 32 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 11:56 PM
Share

અલગ અલગ શહેરોમાંથી આવેલા દિવ્યાંગો રેમ્પ વોક કર્યું. જેમાં પ્લાસ્ટિક ઉપયોગ ન કરવો, સ્વચ્છતા જાળવી જેવા સ્લોગન સાથે ડ્રેસ કોર્ડ સાથે કેટવોક કર્યું.એટલું જ નહીં ફિઝિકલ હેન્ડીકેપ દ્વારા વિલચેરથી રેમ્પ વોક કર્યું.

Ahmedabad : વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ દિવસની ઉજવણી અમદાવાદમાં અનોખી રીતે થઈ. જેમાં મિસ એન્ડ મિસ્ટર ગુજરાત (Mr. and Miss Gujarat) દિવ્યાંગ સ્પર્ધા (Divyang Competition)આયોજન કરવામાં આવ્યું. જે અત્યાર સુધીમાં પહેલી વખત ગુજરાત મિસ એન્ડ મિસ્ટર દિવ્યાંગ સ્પર્ધા યોજવામાં આવી. 16 શહેરોના 32 દિવ્યાંગ સ્પર્ધકો દ્વારા જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લઇ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. જેમાં સેલ્ફ ઈન્ટરોડકશન, કેટવોક અને એબીલીટી રાઉન્ડમાં વિજેતા થનારને 3 મીસ ગુજરાત અને 3 મીસ્ટર ગુજરાતનો એવોર્ડ સંસ્થા દ્વારા અને કેશ પ્રાઈઝ આપવામાં આવ્યું. જોકે ભાગ લેનાર 32 જેટલા દિવ્યાંગ સ્પર્ધકોને કેશ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.

અલગ અલગ શહેરોમાંથી આવેલા દિવ્યાંગો રેમ્પ વોક કર્યું. જેમાં પ્લાસ્ટિક ઉપયોગ ન કરવો, સ્વચ્છતા જાળવી જેવા સ્લોગન સાથે ડ્રેસ કોર્ડ સાથે કેટવોક કર્યું.એટલું જ નહીં ફિઝિકલ હેન્ડીકેપ દ્વારા વિલચેરથી રેમ્પ વોક કર્યું. જેનાથી દિવ્યાંગો આત્મવિશ્વાસ વધે અને ઈશ્વરે બક્ષેલી શક્તિને રેમ્પ વોક દ્વારા સમાજ સામે દિવ્યાંગો ચહેરો ઉજાગર કરવાનો એક અવસર પુરો પાડ્યો. જે સેવાનું સરાહનીય કાર્ય છે. ઉલ્લેખનીય છે કે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના 30માં સ્થાપના દિને અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ની ઉજવણીના ભાગરૂપે મિસ અને મિસ્ટર ગુજરાત દિવ્યાંગ સ્પર્ધા આયોજન કર્યું છે. જેમાં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક નિલેશ પંચાલ કહેવું છે કે દિવ્યાંગો તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહ્યા છે.ત્યારે હવે ફેશન ક્ષેત્રમાં જોવા માટે એક નવું પ્લેટફોર્મ ઉભું કર્યું છે.

આ પણ વાંચો : મોંઘવારીનો માર !! આવતીકાલથી પેટ્રોલ ડીઝલ મોંઘું થશે, શાકભાજી-દૂધના ભાવોથી આમ જનતા પરેશાન

આ પણ વાંચો : Mehsana : ONGC અને યંગ સીટીઝન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે કસલપુરા ગામે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

g clip-path="url(#clip0_868_265)">