Ahmedabad : મેટ્રો ટ્રેનનો ગ્યાસપુરથી એપીએમસી સુધી પ્રિ-ટ્રાયલ રેન શરૂ કરાયો

અમદાવાદના શહેરીજનોને મેટ્રો ટ્રેનની મોટી ભેટ મળી શકે છે. મેટ્રો ટ્રેનના ફેઝ-1 માટે પ્રિ ટ્રાયલ રન  શરૂ કરી દેવામાં આવ્યો છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી એપીએમસી સુધી 2 કિલોમીટરના રુટ પર પ્રિ ટ્રાયલ રન શરૂ કરાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 10:36 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરીજનોને મેટ્રો ટ્રેનની(Metro Train)  મોટી ભેટ મળી શકે છે. મેટ્રો ટ્રેનના ફેઝ-1 માટે પ્રિ ટ્રાયલ રન(Trial Run)  શરૂ કરી દેવામાં આવ્યો છે. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી એપીએમસી સુધી 2 કિલોમીટરના રુટ પર પ્રિ ટ્રાયલ રન શરૂ કરાયો હતો. જેમાં 15 સ્ટેશન આ રુટમાં આવશે આ તમામ સ્ટેશન એલિવેટેડ સ્ટેશન હશે. બ્રિજ પર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં 18.77 કિલોમીટરનો નવો રુટ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત ગ્યાસપુર ડેપોથી APMC અને ત્યાંથી જીવરાજ ચાર રસ્તા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. તો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ રુટ જોડવામાં આવશે. ફેઝ-2માં મોટેરા, ચાંદખેડાથી થઈ ગાંધીનગર તરફ નવો રુટ શરૂ કરવામાં આવશે.

ત્યારે આ પ્રિ ટ્રાયલ રન બાદ લખનઉના અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવશે. જેની બાદ આ બીજા રુટની તપાસ અધિકારીઓ દ્વારા થશે અને આખરે નવા રુટનો લાભ અમદાવાદીઓને મળી શકે છે.. ફેઝ-1ના રુટમાં અગાઉ વસ્ત્રાલનો રુટ શરૂ કરી દેવાયો છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 15 ઓગસ્ટ સુધીમાં ફેઝ-1ની કામગીરી પૂર્ણ થઈ શકે છે. સૂત્રો અનુસાર 15 ઓગસ્ટ સુધીમાં આખા અમદાવાદ શહેરના તમામ રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી જઈ જશે. જોકે આ રુટની વચ્ચેની કામગીરી ચાલુ હોવાથી અન્ય રુટના સમયમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો :  ભાવનગરથી સાબરમતી વાયા બોટાદ ઇન્ટરસીટી ટ્રેનની લોકો જોઈ રહ્યા છે રાહ

આ પણ વાંચો :  ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ બ્લાસ્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">