અમદાવાદમાં બેફામ કારચાલક યુવતીએ અકસ્માતમાં લીધો યુવકનો જીવ, બાદમાં ACP ની દીકરી હોવાનું કહી ધમકાવ્યા, વીડિયો

અમદાવાદમાં બેફામ કારચાલક યુવતીએ અકસ્માતમાં લીધો યુવકનો જીવ, બાદમાં ACP ની દીકરી હોવાનું કહી ધમકાવ્યા, વીડિયો

Mihir Soni
| Edited By: | Updated on: Dec 30, 2023 | 10:48 PM

અમદાવાદના માણેકબાગ ચાર રસ્તા પાસે અકસ્માતમાં એકનું મોત થયું છે. કારચાલક મહિલાએ બાઈક ચાલકને ટક્કર મારતા મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. બાઈક ચાલકને માથાના ભાગે ઇજા થતા સારવાર દરમિયાન મોત થયું છે. જોકે આ કાર ચાલક યુવતી ACPની દીકરી હોવાની ધમકી આપતી હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યા છે.

અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે. કારની ટક્કરે બાઇક ચાલક યુવકનુ મોત થયું છે. કુલદીપ નામના શખ્સનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે.  લોકોનું કહેવું છે કે રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ આ ભયાનક અકસ્માત સર્જ્યો જેમાં એકનો જીવ ગયો છે.

Ahmedabad Manekbaug reckless car driver killed young man accident

આ પણ વાંચો : ગુરુકુળો વિના ગુજરાતનું સર્વશિક્ષા અભિયાન અધૂરું રહ્યું હોત-અમિત શાહ

યુવતીએ અકસ્માત કર્યા બાદ આસિસ્ટન્ટ કમિશનરની દિકરી હોવાનુ કહી ધમકાવાની કોશિષ કરાઇ હોવાના પરિવારના આક્ષેપ છે. મૃતદેહ જીવરાજ મહેતા હોસ્પિટલ ખસેડાયો છે. યુવતીને પણ ઇજા પહોંચતા તે પણ જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવી છે. મહિલા કારચાલક પ્રીતિબહેન વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ પોલીસે શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 30, 2023 10:44 PM
g clip-path="url(#clip0_868_265)">