નહીં સુધરે આ તોફાની તત્વો ! અમદાવાદના નરોડામાં સદગુરુ લેન્ડમાર્કમાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર

| Edited By: | Updated on: Mar 15, 2025 | 11:52 PM

નરોડાના સદગુરુ લેન્ડમાર્ક સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે શરૂ થયેલો નાનો ઝઘડો ઉગ્ર બની ગયો. અપશબ્દો બોલવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ છરીબાજીમાં પરિણમ્યો, જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સદગુરુ લેન્ડમાર્કSocietyમાં પાડોશીઓ વચ્ચે સામાન્ય ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો. અપશબ્દો બોલવા મુદ્દે શરૂ થયેલા વાદવિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષ ઉશ્કેરાઈ ગયા. વાત એટલી વધી ગઈ કે એક શખ્સે છરી વડે હુમલો કર્યો, જેના કારણે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

આ ઘટનાનો સમગ્ર કિસ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે પોલીસ માટે મહત્વની સાબિતી બની શકે છે. પોલીસ તપાસમાં યોગેશ સોની અને દિલીપ સોની નામના શખ્સો સામે ગુનો નોંધાયો છે.

Ahmedabad Knife Attack CCTV

હમલા બાદ નરોડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તરફથી સ્થાનિક રહેવાસીઓને શાંતિ જાળવવા અને ઝઘડા કે હિંસક ઘટનાઓથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Published on: Mar 15, 2025 11:42 PM