અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, સવારથી અનારાધાર વરસાદને પગલે કર્ણાવતી ક્લબ પાસે ભરાયા ઘૂંટણસમા પાણી
અમદાવાદમાં સવારથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. એકસામટો અમદાવાદમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા અનેક માર્ગો પર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક માર્ગો બંધ થતા ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. કર્ણાવતી ક્લબ પાસે ઘૂંટણસમા પાણી ભરાતા લોકો ભારે હેરાન પરેશાન થયા.
અમદાવાદમાં સવારથી ભારે વરસાદને પગલે અનેક માર્ગો બંધ થયા છે. અનેક માર્ગો પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. કર્ણાવતી ક્લબ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે લગભગ એક થી બે કિલોમીટર સુધી ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. વાહનો પાણીમાં જ બંધ થતા વાહનચાલકો પરેશાન થયા છે. અમદાવાદ શહેરમાં આફતરૂપી વરસાદ વરસી રહ્યો છે. અનેક લોકોના વાહનો બંધ થતા વાહનચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકો વાહનોને ધક્કા મારવા મજબુર બન્યા છે. પાણીમં વાહનો બંધ થઈ જતા વાહનચાલકો ભારે કફોડી સ્થિતિમાં મુકાયા હતા. મોડી રાત સુધી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ગુજરાત માટે અતિ ભારે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ તરફ રાજ્ય સરકાર પણ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોઇ પણ સ્થિતને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો તૈનાત રખાઈ છે. કેન્દ્ર સરકારની 4 ટીમ સુરત પહોંચશે. જે વલસાડમાં 2, નવસારી અને સુરતમાં 1-1 ટીમ ને તૈનાત કરાશે.
Input Credit- Mihir Soni- Ahmedabad
