Ahmedabad: સોલા સિવિલ તંત્રની ઘોર બેદરકારી, બેઝમેન્ટમાં વીજ વાયર નજીક જ પાણીની લાઈનમાં લીકેજ- જુઓ Video
Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલ તંત્રને સફાઈની જાણે કંઈ પડી ન હોય તેમ બેઝમેન્ટમાં ગંદકીના દૃશ્યો જોવા મળ્યા. સડેલી દીવાલો, ફાયર સેફટીની પાઈપોમાં પાણીનું લીકેજ, ખુલ્લા વીજવાયરો અને મીટર, આ દૃશ્યો સિવિલ તંત્રની ઘોર બેદરકારીની સાબિતી પુરે છે.
Ahmedabad: અમદાવાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજના બેઝમેન્ટમાં મોટા પ્રમાણમાં પાણી લીકેજ જોવા મળ્યું છે એટલું જ નહીં સતત પાણીનો ભરાવો થતા મચ્છરોનું બ્રેડિંગ પણ સ્પષ્ટ દેખાય છે. મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટરો હોસ્પિટલ સ્ટાફ ની સતત અવર-જવર રહેતી હોય છે મચ્છરોના ઉપદ્રવના કારણે હોસ્પિટલ જ મચ્છરોનું ઘર અને ગોડાઉન બની ચૂક્યું છે.
કોર્પોરેશન દ્વારા કોઈપણ કન્સ્ટ્રકશન સાઈટ મોલ કે અન્ય કોઈપણ જગ્યા પર મચ્છરનું બ્રીડિંગ મળી આવે તો ત્વરિત પેનલ્ટી ફટકારવામાં આવે છે ત્યારે સરકારી બિલ્ડીંગોમાં તેમજ હોસ્પિટલો જેવી જગ્યાઓ પર મચ્છરોના બિલ્ડીંગ નું ચેકિંગ કરશે તો કોણ કરશે તે એક મોટો સવાલ છે
જોકે સોલાની મેડિકલ કોલેજના ડીનના ધ્યાન પર આ વાત આવતા તે એક્શન માં આવ્યા અને PIU ને લીકેજ રીપેરીંગ કરવા માટે સૂચના આપવામાં આવી ડો. નીમા ભાલોડીયા ઇન્ચાર્જ ડીન દ્વારા tv9ની ટીમ દ્વારા કરાયેલ આ અહેવાલની ગંભીરતા દાખવી ત્વરિત સાફ-સફાઈ અને ફોગિંગ કરવા માટેની સૂચના અપાય એટલું જ નહીં ઝડપ બે રીતે પીઆયુ વિભાગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો