AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarkashi Bus Accident : બસ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્તોને સઘન સારવાર માટે એઈમ્સમાં ખસેડવા PMO દ્વારા કરાઈ વ્યવસ્થા

Uttarkashi Bus Accident : બસ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્તોને સઘન સારવાર માટે એઈમ્સમાં ખસેડવા PMO દ્વારા કરાઈ વ્યવસ્થા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:32 PM
Share

Uttarkashi Accident: ઉતરાખંડમાં ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈવે નજીક બસ ખીણમાં ખાબક્તા 7 યાત્રિકોના મોત થયા છે. જ્યારે 27 યાત્રિકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. આ તમામ 27 ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા એઈમ્સમાં લઈ જવાની વ્યવસ્થા PMO દ્વારા કરવામાં આવી છે.

Uttarkashi Accident: ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે નજીક બસ ખીણમાં ખાબકી હતી. ગંગનાની નજીક બસ ખીણમાં ખાબકી હતી. જેમા 7 યાત્રિકોના મોત થયા છે જ્યારે 27 યાત્રિકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. આ રેસ્ક્યુ કરાયેલા તમામ ઈજાગ્રસ્તોને PMO દ્નારા હેલિકોપ્ટર મારફતે સત્વરે એઈમ્સમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દુર્ઘટનાની ઘટના પર PMO દ્વારા સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે, જે યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અથવા તો હજુ જેમના રેસ્ક્યુ થઈ રહ્યા છે એવા યાત્રિકો માટે ઉત્તરાખંડ પ્રશાસનના સતત સંપર્કમાં રહેવા વડાપ્રધાન કાર્યાલયેથી વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉતરાખંડ સરકારના હેલિકોપ્ટરમાં એઇમ્સમાં લઈ જવામાં આવે તેવી પણ વ્યવસ્થા PMO દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉત્તરાખંડ પ્રશાસનના સતત સંપર્કમાં છે અને તે અંગે પળે પળની માહિતી લઈ રહ્યા છે. ઇજાગ્રસ્ત યાત્રિકોને તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા માટે પણ ઉતરાખંડના પ્રશાસન અને વડાપ્રધાન કાર્યાલયના સંપર્કમાં છે.

આ યાત્રિકોમાં 8 મુસાફરો ભાવનગરના હતા, 3 સુરતના હતા 3 મહુવાના હતા અને તળાજા, ત્રાપજ અને કઠવા ગામના 19 મુસાફરો હતા. શ્રીહોલિડે ટુરના સંચાલકો પણ અકસ્માત સ્થળે જવા રવાના થયા છે.

બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના નામ

(1) મીનાબેન કે ઉપાધ્યાય,  52

(2) ગણપતરાય મેહતા,  61

(3) દક્ષા જી મેહતા,  57

(4) રાજેશ આર મેર,  40

(5) અનીરૂદ્ધ એચ જોશી,  35

(6) કરણજીત પી ભઠી,  29

(7) ગીગાભાઈ જી ભમ્મર,  40

 

આ પણ વાંચો: Death : ઉત્તરકાશી ગંગોત્રી હાઈવે પર ગુજરાતી યાત્રિકોને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી, 7 યાત્રિકોના મોત, 28નો બચાવ

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">