AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ પૂર્ણ , જુઓ Video

Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ પૂર્ણ , જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 6:01 PM
Share

અત્યાર સુધીની પોલીસ તપાસમાં ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ પૂર્ણ કરવામાં આવી છે.ત્યારે પોલીસની ચાર્જશીટમાં તથ્યકાંડને લઇને ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે તેમ છે.મહત્વપૂર્ણ છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા હતા.

Ahmedabad:અમદાવાદમાં ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત( ISKCON Bridge Accident) કેસની તપાસ હવે પૂર્ણતાના આરે પહોંચી છે. ટૂંક સમયમાં તપાસ અધિકારી કેસની ચાર્જશીટ ફાઇલ કરશે.અત્યાર સુધીની પોલીસ તપાસમાં ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ પૂર્ણ કરવામાં આવી છે.ત્યારે પોલીસની ચાર્જશીટમાં તથ્યકાંડને લઇને ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે તેમ છે.મહત્વપૂર્ણ છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો : Gujarati Video : અસારવામાં ભાજપના કાર્યક્રમની પત્રિકામાંથી બે પૂર્વ પ્રધાનોના નામ ગાયબ થતા વિવાદ

આ દરમ્યાન, અમદાવાદમાં  ઇસ્કોન બ્રિજ અકસ્માતના  આરોપી તથ્ય પટેલના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગરના  સાંતેજ પોલીસ મથકે પણ તથ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે . જેમાં ગત 31 ડિસેમ્બરની રાત્રે તથ્યએ વાંસજડાથી સાણંદ જતાં મુખ્ય માર્ગ પર આવેલા મંદિરના પિલર સાથે જેગુઆર કાર અથડાવી હતી.કારની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરનો એક ભાગ નમી ગયો હતો અને બળીયાદેવના મંદિરને નુકસાન પહોંચ્યું હતું

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 26, 2023 05:59 PM
g clip-path="url(#clip0_868_265)">