Gujarati Video : અસારવામાં ભાજપના કાર્યક્રમની પત્રિકામાંથી બે પૂર્વ પ્રધાનોના નામ ગાયબ થતા વિવાદ

Gujarati Video : અસારવામાં ભાજપના કાર્યક્રમની પત્રિકામાંથી બે પૂર્વ પ્રધાનોના નામ ગાયબ થતા વિવાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 5:28 PM

જેમાં બે પૂર્વ મંત્રીઓનું નામ ગાયબ છે. હિંડોળા દર્શન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ શહેર સંગઠનના નેતાઓને આમંત્રણ પત્રિકામાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આમંત્રણ પત્રિકામાં અસારવા વિધાનસભાના જ બે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓનું નામ ગાયબ છે.

Ahmedabad : અમદાવાદના અસારવામાં ભાજપના ધારાસભ્ય દર્શનબેન વાઘેલાએ છપાવેલી આમંત્રણ પત્રિકામાં બે પૂર્વ મંત્રીઓના નામ ન છપાતા વિવાદ સર્જાયો છે. જેમાં MLAએ છપાવેલા પત્રિકાને લઈ વિવાદ ઉભો થયો છે. જેમાં ભાજપના બે પૂર્વ મંત્રીઓનું કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં નામ ગાયબ થયા છે. જેના પગલે પૂર્વ ધારાસભ્યોનું તેમના વિસ્તારમાં વર્ચસ્વ ઘટ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Gujarati Video : PM મોદી લેશે પ્રધાનોના કલાસ, નવી સરકાર બન્યા બાદ પ્રથમ વાર રાજભવનમાં યોજાશે PMની પાઠશાળા

જેમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારનું આમંત્રણ પત્રિકામાં નામ નથી. જેમાં નામ ગાયબ થતાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થયો છે.અસારવાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દ્વારા આજે દશામાના જાગરણના દિવસે હિંડોળા દર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બે પૂર્વ મંત્રીઓનું નામ ગાયબ છે. હિંડોળા દર્શન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો તેમજ શહેર સંગઠનના નેતાઓને આમંત્રણ પત્રિકામાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આમંત્રણ પત્રિકામાં અસારવા વિધાનસભાના જ બે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓનું નામ ગાયબ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">