Ahmedabad: શહેરના નહેરુ નગર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: May 28, 2023 | 11:49 PM

અમદાવાદમાં કરા સાથે પડેલા વરસાદને કારણે નહેરુ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં દીવાલ ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી છે. મહત્વનુ છે કે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

Ahmedabad: અમદાવાદમાં સતત બે કલાક સુધી વરસેલા વરસાદે ઠેર-ઠેર હાલાકી સર્જી છે.  ભારે વરસાદને કારણે શહેરના નહેરુ નગર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ફરી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સાબરમતી રિવરફ્રન્ટ પર વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વરસાદને કારણે દરિયાના મોજા ઉછળતા હોય તેવો માહોલ જેવા મળ્યા છે. વરસાદને કારણે શાહપુર વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઇ હોવાનો બનાવ પણ બન્યો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં અનેક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, અમદાવાદમાં વીજળીના કડાકા અને કરા સાથે તૂટી પડ્યો વરસાદ

જો કે સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ. તો ગોમતીપુર વિસ્તારમાં કરાં સાથે પડેલા વરસાદને કારણે મકાનોના પતરાં ઉડ્યા. વરસાદ અને ભારે પવને રાણીપ મેટ્રો સ્ટેશનમાં પણ નુકસાન પહોંચાડ્યું. વરસાદને કારણે ઝુંડાલ વિસ્તારમાં આયોજિત બાબા બાગેશ્વરનો કાર્યક્રમ પણ મુલતવી રાખવાની ફરજ પડી. ભારે પવનને કારણે બાબાના કાર્યક્રમનો મંડપ પણ તૂટ્યો છે.

આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published on: May 28, 2023 11:25 PM